Principal's Message

Bhavisha Solanki

Bhavisha Solanki

આચાર્ય,
પ્રાથમિક વિભાગ, ગુજરાતી માધ્યમ

ગજેરા વિદ્યાભવન એ શિક્ષણની દિશામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પાઠ્ય-પુસ્તક આધારિત શિક્ષણ નહિ પરંતુ સર્વાંગી શિક્ષણના આધારને અનુરૂપ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ૨૧મી સદીના નાગરિકો બનાવવાની દિશામાં શાળા અગ્રેસર છે, આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનાં કૌશલ્યો, આત્મવિશ્વાસ અને સંવેદનશીલતાને કેળવવાના પ્રયત્નો શાળા કરી રહી છે. 'We not only teach, but touch lives' એ અમારો પ્રયત્ન બની રહ્યો છે. બાળકોની ઉત્કૃષ્ટતાના માર્ગ ઉપર શાળા મક્કમ પગલાં ભરી રહી છે.

‘બીજાથી કંઈક અલગ કરવું’ તેવા વિચારો ધરાવે છે. જેવી રીતે સુંદર ટકાઉ ઈમારત બનાવવા જ મજબુત સિમેન્ટ રેતી, કપચી અને સ્ટીલની જરૂરિયાત હોય છે તેવી રીતે શાળાના વિકાસ માટે સારું કેળવણી મંડળ, આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ હશે તો તેઓ દ્વારા મજબુત અને ટકાઉ શિક્ષણ રૂપી ઈમારત ચણતા વાર નહિ લાગે. શિક્ષણ એક એવી અવિરત પ્રક્રિયા છે, જો શાળા બાળકોને જ્ઞાતિ, જાતી, ધર્મ, ભેદભાવથી દુર રાખી તો સુંદર શૈક્ષણિક મંદિર બનાવતા વાર લાગશે નહિ તો આવો સૌ ભેગામળી ને શૈક્ષણિક ક્રાંતિનું સર્જન કરીએ.

દરેક માનવી દરેક વસ્તુ પોતાની માને છે પણ પોતાનું કંઈજ નથી, જન્મ તો બીજા એ આપ્યો છે, નામ બીજાએ પડ્યું છે, શિક્ષણ પણ બીજાએ આપ્યું છે, કાર્ય બીજાએ શીખવ્યું અને સ્મશાન પણ બીજા લઇ ગયા માટે આ પૃથ્વી ઉપર આપણું પોતાનું કઈ જ નથી. આજ આ ટેક્નોલોજીકલ યુગમાં જયારે જ્ઞાન સતત વધતુ જાય છે તેવા સંજોગોમાં શાળા દ્વારા “CAL – Computer Aided Learning” પર ભાર મુકીને શિક્ષણને એક નવો ઓપ આપવાનાં પ્રયત્નો શાળા કરી રહી છે તેમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે તેવી આશા...

Dr. Bhavesh Ghelani

Dr. Bhavesh Ghelani

આચાર્ય,
માધ્યમિક & ઉચ્ચતર માધ્યમિક વિભાગ, ગુજરાતી માધ્યમ

Work hard, Dream big, Never give up.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે ૧૪ થી ૧૭ વર્ષની વયના બાળકોનું શિક્ષણ, તરુણાવસ્થાનું શિક્ષણ. વ્યક્તિના ઘડતરમાં મુખ્ય સમયગાળાનું શિક્ષણ. પુખ્ત વ્યક્તિની લાક્ષણિકતાઓ તરુણાવસ્થા દરમિયાન ઘડાય છે. અને તે મુજબ તે આજીવન વર્તે છે. માટે આ સમયગાળા દરમ્યાન દરેક બાળકે સખત, સતત અને આયોજનબદ્ધ મહેનત કરવી જોઈએ. ઉચ્ચલક્ષ્ય નિર્ધારી કરી હાર્યા કે થાક્યા વગર લક્ષ્યસિધ્ધી માટે પ્રયત્ન કરવા જોઈએ. વાલીશ્રી અને શિક્ષકશ્રીએ તેના પ્રયત્નને દિશાસૂચક માર્ગદર્શન આપવાનું રહે.

જ્યારે શિક્ષણ માત્ર નોકરી મેળવવાના લક્ષ્ય સાથેનું બની રહે ત્યારે સમાજમાં નોકરો જ પેદા થાય. માલિકનું નિર્માણ કરવું હશે તો કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી સર્વાંગી શિક્ષણ આપવું જ પડશે.

કોઈપણ કાર્યમાં ત્યારે જ ઉત્તમ પરિણામ મળે જ્યારે કરતાં પૂર્ણ આનંદ સાથે કાર્ય કરે. માટે વિદ્યાર્થીઓ ભણવાની પ્રવૃત્તિને આનંદદાયક બનાવે તો તે ઉત્તમ પરિણામ મેળવી શકે.

સૌને જીવનપથ પર સફળતા મળે તેવા શુભાશિષ.