Admission Procedure
- ગજેરા વિદ્યાભવનનાં દરેક વિભાગોમાં ખાલી જગ્યાને આધારે કોઈપણ પ્રકારના નાત-જાતના કે અન્ય ભેદભાવ વગર સમાજના તમામ ક્ષેત્રનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ધોરણ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા નીચે પ્રમાણે હાથ ધરાય છે.
Pre-primary
સુજ્ઞ વાલીશ્રી,
ગજેરા વિદ્યાભવન, પૂર્વ- પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને CBSEના પ્રવેશ શરૂ થઈ ગયા છે તો પ્રવેશ મેળવવાં ઈચ્છતા હોય તેઓએ ગજેરા ફાર્મ સ્કુલમાં આવી મળી જવું.
પ્રવેશ માટે ની વયમર્યાદા:
1. જુ.કેજી. માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦૨૧ થી ૦૧-૦૬-૨૦૨૨ સમયગાળામાં હોવી જોઈએ.
2. સિ.કેજી. માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦ થી ૦૧-૦૬-૨૦૨૧ સમયગાળામાં હોવી જોઈએ.
3. બાલવાટિકા માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦૧૯ થી ૦૧-૦૬-૨૦૨૦ સમયગાળામાં હોવી જોઈએ.
પૂર્વ-પ્રાથમિકમાં પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ
૧. ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો અને તેની ર ઝેરોક્ષ.
૨. બાળકના બે પાસપોર્ટ સાઈઝના ફોટા.
૩. માતા-પિતાના ૧+૧ પાસપોર્ટ સાઈઝના ફોટા.
૪. બાળક તેમજ માતાપિતા એમ ત્રણેયના આધારકાર્ડ, પિતાની LC, પાસપોર્ટ નંબર, બ્લડગૃપ અને એડ્રેસ પૂફ (બધા ડોક્યુમેન્ટની ઓરીજીનલ તેમજ ઝેરોક્ષ સાથે લાવવું).
- સરકારે જાહેર કરેલા નીતિ-નિયમ પ્રમાણે ૧ જૂનના રોજ જે બાળકની ઉંમરના ૬ વર્ષ પૂર્ણ થશે તેવા બાળકો ધોરણ ૧ માં પ્રવેશને પાત્ર રહેશે.બાલવાટિકા
Primary
ધોરણ – ૧ માં પ્રવેશ:
- અમારી શાળામાં બાલવાટિકા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ-૧ માં પ્રવેશ મેળવવા માટે બાલવાટિકા નું વાર્ષિક પરિણામ આવ્યા બાદ ત્રણ દિવસ માં પ્રવેશ ફોર્મ અને વાર્ષિક ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
- અમારા બાલવાટિકા ના બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ આપ્યા બાદ જો વર્ગખંડ માં જગ્યા બાકી રહે તો બીજી શાળાના બાળકોને એપ્રિલ મહિનામાં પ્રવેશ આપવામાં આવે છે.
- બાલ ભવન વિભાગ માં અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સગા ભાઈ-બહેન ને પહેલા પ્રવેશ આપવામાં આવે છે.
- ધોરણ -૧ માં પ્રવેશ લેવા માટે બાળકોના જન્મતારીખનું ઓરીજીનલ પ્રમાણપત્ર તેમજ તેની એક ઝેરોક્ષ કોપી અને બાળકોના ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા, માતા-પિતાનો ૧-૧ ફોટો કોપી સાથે લાવવાની રહેશે.
ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ
- અમારી એક શાખામાંથી બીજી શાખામાં બદલી કરાવવા માંગતા વિદ્યાર્થીઓને સૌ પ્રથમ પ્રવેશ આપવામાં આવે છે.
- જો વર્ગખંડ માં જગ્યા બાકી હોય તો પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ની લેખિત પરીક્ષા લેવામાં આવે છે અને મેરીટ ના આધારે વાર્ષિક પરિણામ આવ્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે.
- મેનેજમેન્ટ જે રીતે નક્કી કરે તે પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે.
- ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ વાર્ષિક પરિણામની ઝેરોક્ષ કોપી, શાળા છોડ્યાનું સર્ટીફીકેટ, વાર્ષિક ફી, વિદ્યાર્થીઓના પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા, માતા-પિતાના ૧-૧ ફોટો કોપી સાથે લાવવાની રહેશે.
Secondary & Higher Secondary
ધોરણ ૯ માટે
- ધોરણ ૯ માં સૌ પ્રથમ સંલગ્ન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેમ કરતા જો જગ્યા બાકી રહે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓને આગળના વર્ષની વાર્ષિક પરીક્ષા અને શાળા દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષાના ગુણાંકનને ધ્યાનમાં લઈ મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયા ધોરણ ૮ ના પરિણામ જાહેર થયા બાદ બીજા દિવસ થી શરૂ થાય છે.
ધોરણ ૧૧ માટે
- ધોરણ ૧૧ (વિજ્ઞાનપ્રવાહ તથા વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ પ્રક્રિયા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા આપવામાં આવતા આદેશ પ્રમાણે હાથ ધરવામાં આવે છે. ધોરણ ૧૦ની બોર્ડની જાહેર પરીક્ષાના પરિણામના બીજા દિવસથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે.
ધોરણ ૧૦ અને ૧૨ માટે
- ધોરણ ૯ માંથી ૧૦ અને ૧૧ માંથી ૧૨માં આવતા વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે મોટે ભાગે ધોરણ ૧૦ અને ૧૨માં પ્રવેશ આપવાની શક્યતા રહેતી નથી છતાં જો જગ્યા રહે તો આગળના વર્ષના પરિણામ અને પ્રવેશ પરીક્ષાના દેખાવના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
Right of Admission is reserved by Management