History

૧૯૬૮ માં શ્રી વસંત ગજેરા હીરા ઉદ્યોગ માટે સુરત આવ્યા ક્રમશઃ બે થી ત્રણ વર્ષના ગાળામાં તમામ ગજેરા બંધુઓ સુરત આવ્યા. શિક્ષણના અભાવ અને ધંધાકીય ઉતાર-ચઢાવની વચ્ચે વીસ વર્ષના ટુંકાગાળામાં ગજેરા બંધુઓએ ઇન્ડસ્ટ્રીસ, રીયલ એસ્ટેટ કેમિકલ અને જ્વેલરી જેવા અનેક ઉદ્યોગોમાં સફળતાના શિખરો સર કરી લીધા. દેશમાં અને વિદેશમાં લક્ષ્મીડાયમંડ નું કાર્યક્ષેત્ર વધતું ગયું. સમગ્ર દેશમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીસમાં લક્ષ્મીડાયમંડે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.

ધંધાકીય સફળતાના શિખરો સર કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે સમાજની શિક્ષણ, આરોગ્ય અને કુદરતી આફતો વખતની જરૂરીયાતો પૂરી પાડવા માતૃશ્રીના નામજોગ ચેરીટી ટ્રસ્ટ “શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ” ની સ્થાપના ૧/૧/૧૯૯૩ માં કરી. 

જેના નેજા હેઠળ વિવિધ સેવા પ્રવૃત્તિઓ રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ, શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓને આર્થિક સહયોગ, આરોગ્ય વિષયક પ્રવૃત્તિમાં કાર્ય કરતી સંસ્થાઓને આર્થિક સહયોગ, કુદરતી આફત સમયે પીડિતોને સહાય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમવા લાગી.

સમાજની શિક્ષણની ભૂખ સંતોષવા ૧૯૯૯ માં કતારગામ જેવા નિમ્ન મધ્યમવર્ગીય વિસ્તારમાં ગજેરા વિદ્યાભવનની શરૂઆત થઇ. માત્ર ૫૮૩ વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરી. જે ક્રમશ: આગળ વધતા ઈ.સ. ૨૦૦૦ માં માધ્યમિક અને ઈ.સ. ૨૦૦૨ માં ઉચ્ચત્તર માધ્યમિક સામાન્ય પ્રવાહ તથા ૨૦૦૩ માં વિજ્ઞાનપ્રવાહ સાથેની શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શરૂ કરી.