GAJERA VIDYABHAVAN, KATARGAM

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Katargam), Surat

About Gajera Trust

ઈ.સ.૧૯૭૨ માં ‘લક્ષ્મી ડાયમંડ’ ના નામથી હીરા વેપાર શરૂ કર્યો. ઈ.સ.૧૯૯૫ માં ડીટીસી સાઈડ હોલ્ડર બનીને મહાન ઊંચાઈ હાંસલ કરી.જ્યાં સુધી એક નોંધપાત્ર ભાગ દેશના વિકાસ માટે ઉપયોગી ના થાય ત્યાં સુધી પૈસા અને સંપત્તિની વાસ્તવિક ઉપયોગિતા અર્થહીન છે. તેવું ટ્રસ્ટીઓ માનતા હતા. આથી નાગરિકોના ભવિષ્ય માટે શિક્ષણ અને ટેકનોલોજીની આધુનિકતાનો સ્વીકાર કરીને “ગજેરા ટ્રસ્ટ” ની સ્થાપના ૧/૧/૧૯૯૩ કરી હતી.

‘ગજેરા ટ્રસ્ટ’ એ શૈક્ષણિક,સાંસ્કૃતિક,તબીબી અને સામાજિક કાર્ય માં સમાજને સહાય કરી અને લોકોને પોતાના પગ પર ઊભા રહેવા માટે જરૂરી સહાય પૂરી પાડી છે. અત્યાર સુધી ગજેરા ટ્રસ્ટ ૯ સંસ્થાઓ ૧૮ શાળાઓ સાથે અનાથાશ્રમ અને 3 કોલેજો ગુજરાત રાજ્ય માં સ્થાપી છે. ગજેરા ટ્રસ્ટની મદદથી ૫૮,૦૦૦ કરતાંવધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સંસ્થામાં ગુણવત્તાભર્યા શિક્ષણ સાથે રાષ્ટ્રીય અનેઆંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ શીખવાની તાલીમ આપવામાં આવી રહી છે.

President's Message

માતૃશ્રી શ્રીમતી શાંતાબાની સ્મૃતિમાં સામાજિક ઉત્થાનની પ્રવૃતિઓ માટે સૌ બાંધવોએ “શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરી.ટ્રસ્ટ” ની સ્થાપના કરી. ટ્રસ્ટની સ્થાપના પાછળનો મૂળભૂત દ્રષ્ટિકોણ સામાજિક વિકાસને પ્રવેગિક કરવાનો રહ્યો છે. વ્યક્તિગત શસક્તિકરણ અને એકથી અનેક ને મદદરૂપ થઈ શકે તેવી સમાજરચના સાથે આપણે સૌ ઈચ્છીએ છીએ તેવી ખુશીની એક લહેર “One Happiness” ને પ્રસરાવવા અમે પ્રયત્નશીલ છીએ.

આદિવાસી વિસ્તારના લોકો અને જરૂરીયાતમંદ બાળકો માટે એવું વાતાવરણ ઉભુ કરવા કટીબધ્ધ છીએ કે જ્યાં સંવાદ અને સહવાસથી નવીન બાબતો શીખવાડવામાં આવે. “વાત્સલ્યધામ” અને “વાત્સલ્યનાઈટ સ્કુલ” એ સમાજ માટે એવા દિશા સૂચક મોડેલ છે કે જ્યાં બાળકો તેમની ક્ષમતાઓને ઓળખી શકે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યવસાયિક કુશળતા દ્વારા દરેક બાળકને સ્વનિર્ભર જીવન ભેટમાં આપવાની કલ્પનાને સાકાર કરીએ છીએ.

ગ્રામીણ અને છેવાડાના લોકોને પણ વિકાસની સમાન તક મળે તે માટે અમે ખુબ તન્મયતાથી કામ કરીએ છીએ. આપણું ભવિષ્ય લોકોની એકતા અને પ્રમાણિકતા પર આધારિત છે એવું અમે માનીએ છીએ.

જીવનમાં દરેક ક્ષેત્રમાં નવા વિચારો અને પારદર્શિતા લાવવા માટે હું યુવાનોને ઉત્સાહિત અને આદર્શ બનાવવા માંગું છું. આજના યુવાનોમાં આવતીકાલના સુપરપાવર બનવાની ભરપુર ક્ષમતા છે.

“કાર્યક્ષમતા અને સમર્પણ, આપને એ તમામ વસ્તુઓ આપી શકે જેની તમને કામના હોય.”

Managing Trustee's Message

બાળકએ કુદરતે સમાજને આપેલી અમૂલ્ય ભેટ છે. પૃથ્વી પર અવતરણ પામતું પ્રત્યેક બાળક અનન્ય, અનોખું અને મૂલ્યવાન છે. કોઈપણ રાષ્ટ્ર માટે બાળક એ ખૂબ જ મહત્વની કિંમતી મૂડી અને રાષ્ટ્રીય શક્તિ છે. આજનું બાળક કે આવતીકાલના રાષ્ટ્રનું ભાગ્ય વિધાતા છે. આથી બાળક નો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થવો જોઇએ. સરકાર અને સમાજની એ નૈતિક ફરજ બની રહે છે કે બાળકની અનન્યતા અને આનંદશીલતા છીનવી ન લઈ બાળવિકાસ માટે આવશ્યક હકારાત્મક વાતાવરણ અને સમર્થન પૂરું પાડવું જોઈએ .બાળક પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવો જોઈએ. બાળક પોતાનો વિકાસ સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ કક્ષાએ સોળે કળાએ ખીલવી શકે તે માટે જરૂરી તક પૂરી પાડવી જોઈએ.
ભારતીય સમાજમાં બાળકો અત્યંત મહત્વનું સ્થાન અને દરજ્જો ધરાવે છે. કોઈપણ રાષ્ટ્રના સામર્થ્યનો આધાર તેના ગુણવત્તા સભર નાગરિકો પર રહેલો છે અને નાગરિકોની ગુણવત્તાનો આધાર તેમના બાલ્યકાળથી થયેલ પાલનપોષણની યોગ્ય પ્રક્રિયા, વાતાવરણ,અનુવંશ અને સામાજીકરણ પર રહેલો છે. વિશ્વમાં બાળકોની જનસંખ્યા સૌથી વધુ ભારતમાં છે. ભારતના બંધારણમાં પણ બાળકને સ્વતંત્ર, ગૌરવપૂર્ણ અને તંદુરસ્ત પ્રણાલીમાં વિકસવાની તકો અને સગવડો બક્ષવામાં આવી છે. બાળકની અનન્યતા, આનંદશીલતા,સાહજિકતા, પ્રેમ, નિર્દોષતા, નિખાલસતા, પવિત્રતા જેવા ગુણોને પોષવા, પાંગરવા અને ફાલવા માટે આવશ્યક શુદ્ધ અને સુરક્ષિત પર્યાવરણના નિર્માણ અને યોગ્ય સામાજિકરણની પ્રક્રિયા દ્વારા જ તંદુરસ્ત સમાજ અને ગુણવત્તાયુક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે. આથી બાળકનો શાસ્ત્રીય ઢબે સર્વાંગી વિકાસ થવો જોઈએ. સર્વાંગી વિકાસ એટલે શારીરિક, માનસિક,ચૈતસિક,જ્ઞાનાત્મક,ભાવાત્મક એમ તમામ પાસાઓનો સમતોલ, સમાંતર અને સમયાંતર વિકાસ થવો જોઇએ. બાળવિકાસમાં વાલીની ભૂમિકા નિર્ણાયક ભાગ ભજવે છે. આથી વાલીઓએ બાળવિકાસ માટે હકારાત્મક અભિગમ અને પદ્ધતિ અપનાવવા જોઈએ. બાળકના તંદુરસ્ત વિકાસ માટે પ્રેરણા, પ્રોત્સાહન, સમર્થન અને અનુકૂળ હકારાત્મક વાતાવરણ પૂરૂ પાડવું જોઈએ. પ્રસ્તુત લેખમાં બાળ વિકાસ માટે આવશ્યક વાતાવરણ અને વાલીની વિધેયાત્મક ભૂમિકા વિશે ચર્ચા કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

Managing Trustee's Message

વિદ્યાર્થીઓ માટે સમાજમાં કંઈક અલગ કરવાની ઈચ્છા બાળપણથી જ હતી અને તે માટે મારા પિતા દ્વારા થતાં કાર્યને જોઈને થઈ હતી. ત્યારે સૌ પ્રથમ સુનિતા મેકરસ્પેસની સ્થાપના  એ મારી પહેલ છે. અનેક સ્થળોની દેશોની મુલાકાત, તજજ્ઞો સાથે ચર્ચા, મારી અપેક્ષાઓનું મનોમંથન કર્યા પછી સાર સ્વરૂપે જે વિચાર આવ્યો તેને અમલમાં મૂકવાની શરૂઆત એટલે કે સુનિતા મેકરસ્પેસની સ્થાપના.

જે વિદ્યાર્થીઓને તેમના રસ-રુચિના ક્ષેત્રમાં આગળ વધવાની તક મળે અને પોતાને પ્રદર્શિત કરી શકે. અમારી આ પ્રવૃત્તિઓ કૌશલ્ય વિકાસ અને સર્વગ્રાહી શિક્ષણની આસપાસ કેન્દ્રિત છે, જ્યાં બાળકોને જટિલ વિચારસરણી સમસ્યાનું નિરાકરણ, સંચાર અને પ્રાયોગિક શિક્ષણ આપવામાં છે. મારું માનવું છે કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક આવડત કૌશલ્ય છુપાયેલ હોય છે. દરેક વ્યક્તિમાં વિકાસ અને પ્રગતિ કરવાની અદભૂત ક્ષમતા હોય છે. મેકરસ્પેસમાં દર વર્ષે નવું સોપાન ઉમેરાય તેવા સતત પ્રયત્નો કરતાં રહીએ છીએ. જેથી આપના સ્પર્ધાત્મક યુગમાં આ બાળક મોખરે રહે.

અમે આવા જિજ્ઞાસુ વ્યક્તિઓ એક અલગ જ પ્લેટફોર્મ સાથે જોડાવાનો અને લાંબા સમય માટે પ્રોજેક્ટસમાં સર્જનાત્મક વિચારો વિકસાવવા માટે સક્ષમ બનાવવા માંગીએ છીએ. હંમેશા સામાજિક અને પર્યાવરણીય ઉચ્ચકાર્ય કરે તેવા અમારા પ્રયત્ન રહે છે. એક પ્રગતિશીલ વિશ્વ બનાવવા માટે આ બાળકો માટે કડીરૂપ બનવાનો પ્રયત્ન રહે છે.

Our Trustee's

Mr. Girdharbhai Gajera

Trustee
Smt S.H. Gajera Charitable Trust

Mr. Ashokbhai Gajera

Trustee
Smt S.H. Gajera Charitable Trust

Mr. Bakulbhai Gajera

Trustee
Smt S.H. Gajera Charitable Trust