- પરીક્ષાએ મૂલ્યાંકનનું માધ્યમ છે પરંતુ સૌથી પહેલાએ સ્વમુલ્યાંકનનું અગત્યનું પરિબળ છે. બાળભવનમાં દર મહિનાના અંત માં મૂલ્યાંકન કરવામાં આવે છે. જેથી કરીને બાળકે અભ્યાસને અને સહઅભ્યાસને લગતી કઈ પ્રવુતિઓમાં કેટલી પ્રગતિ કરી છે તેનો ખ્યાલ આવે.
- મુખ્ય વિષયો ગુજરાતી, ગણિત અને અંગ્રેજી વિષયોની લેખિત તેમજ મૌખિક મૂલ્યાંકન કરવામાં આવે છે. તે મુજબ અસાઈમેન્ટ બનાવી પુનરાવર્તન માટે ઘરે આપવામાં આવે છે અને શાળામાં પણ પુનરાવર્તનનું દરેક વર્ગમાં એકસરખું આયોજન કરવામાં આવે છે.
- આ સાથે જ સામાન્ય જ્ઞાન, સંગીત, વાર્તાના પણ મૌખિક મૂલ્યાંકન લેવાય છે. બાળભવનમાં મુખ્ય મૂલ્યાંકન કરવાની પદ્ધતિ મૌખિક મૂલ્યાંકન જ છે. જેના દ્વારા બાળકો આનંદિત થાય છે. મૌખિક બાળકોનો સૌથી પ્રિય વિષય છે અને તેઓ ઉત્સાહભેર વાર્તા, સંગીત, સામાન્ય જ્ઞાન વિષયમાં રસ ધરાવે છે. આથી મૌખિક મૂલ્યાંકન ખુબ જ જરૂરી છે. મૌખિક એ જ બાળભવનનો મુખ્ય પાયો છે. જેના દ્વારા બાળકની યાદશક્તિ વધે છે. તેમજ આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
- આ ઉપરાંત બાળકોમાં ઘરગથ્થું કામ તેમજ બાળક પોતાની કાળજી પોતાની જાતે રાખી શકે તે હેતુથી બાળભવનમાં જીવન વ્યવહાર અને ઇન્દ્રિય શિક્ષણ જેવા પ્રેક્ટીકલ વિષયોનો સમાવેશ કરવામાં આવે છે અને સાથે જ આ વિષયોની પ્રેક્ટીકલ પણ લેવામાં આવે છે.
- આ ઉપરાંત વાલીઓનું પણ રીપોર્ટ કાર્ડ બનાવવામાં આવે છે. જેમાં વાલીઓની મિટીંગ પ્રોગ્રામ સ્પર્ધા તથા સેમિનારની હાજરીની નોંધ કરવામાં આવે છે.
સંકલ્પના
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનએ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની જાણકારી મેળવવાની તથા તેનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. – 2009 અંતર્ગત થયેલ જોગવાઈ તેમજ RTS એક્ટની કલમ 29ના અમલીકરણ બાદ રાજ્યમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (School based comprehensive evaluation) ના માધ્યમથી ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક,સામાજિક,બોદ્ધિક, અને શારીરિક એમ સર્વગ્રાહી બાબતોની નોંધ ,ઉપરાંત વિદ્યાર્થીના સતત અવલોકન અને સહ-અભ્યાસ તથા સામાજિક પ્રવુત્તિઓની તાલીમના આધારે તેના ગુનો,વલણો,રસ અને ત્રુટી વગેરેની જાણકારી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સમાવેલી છે.
- શાળા કક્ષાએ વિવિધ ધોરણોના વર્ગખંડમાં ભણાવતા વિષયોની અધ્યયન ઉપલબ્ધિઓ (Learning Outcome) કેટલે અંશે સિદ્ધ થઈ છે,તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન.
- બાળકની બુદ્ધિમત્તા સાથે જોડાયેલ બાબતોનો સમાવેશ શૈક્ષણિક ક્ષેત્રમાં થાય છે.
- શૈક્ષણિક મૂલ્યાંકનમાં અભ્યાસક્રમના વિષયો અસાઈનમેન્ટ,પ્રોજેક્ટ વર્ક,પ્રાયોગિક કાર્ય,મૌખિકકાર્ય વગેરે પ્રવિધિઓ દ્વારા અધ્યયન અનુભવો આપી મૂલ્યાંકન કરવામાં આવે છે.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના હેતુઓ
શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકનના હેતુઓ નીચે પ્રમાણે છે:
- વિવિધ વિષયોમાં નિશ્ચિત સમયે વિધાર્થીઓમાં થયેલ પ્રગતિની જાણકારી મેળવવી.
- વિદ્યાર્થીઓ ના વ્યવહારમાં થયેલ પરિવર્તનોની જાણકારી મેળવવી.
- વિદ્યાર્થીઓની વ્યક્તિગત અને વિશેષ જરૂરિયાતોની જાણકારી મેળવવી.
- વિવિધ શૈક્ષણિક પદ્ધતિ અને પ્રવુત્તિઓના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓની શીખવાની તરાહ (Pattern)માટેની યોજના તૈયાર કરવી.
- વિદ્યાર્થીઓના વિશિષ્ઠ કૌશલ્યોની ઓળખ કરી તેના મહત્તમ વિકાસ માટે તેને પ્રોત્સાહન આપવું.
- વિદ્યાર્થીઓના વિકાસની સ્થિતિની ચકાસણી કરી તેને વાળી સમક્ષ રજુ કરવી.
- વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડરથી દૂર કરી સ્વ-મૂલ્યાંકન માટે પ્રોત્સાહિત કરવા.
- દરેક વિદ્યાર્થીની શીખવાની શક્તિ અને તેની ગતિને ઓળખી તેને પ્રોત્સાહન મળે તે માટે તેને માર્ગદર્શન આપવું.
- વિદ્યાર્થીઓમાં ગોખણપટ્ટીને સ્થાન સર્જાત્મકતાનો વિકાસ થાય તે માટે યોગ્ય આયોજન કરવું.
- વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ વડે વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રક્રિયાને સુદ્રઢ બનાવવી.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આવશ્યકતા
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આવશ્યકતા
- બાળકમાં માનસિક તણાવ ઘટાડવા માટે.
- બાળકના વ્યક્તિત્વના સમગ્ર પાસાઓની જાણકારી મેળવવા માટે.
- શિક્ષક દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં સર્જનાત્મકતા લાવવા માટે.
- શિક્ષક દ્વારા બાળકની અધ્યયન મુશ્કેલીઓનું નિદાન કરી,ઉપચાર કરી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે.
- બાળકોમાં ઉચ્ચકક્ષા સ્તરની સમજ તેમજ કૌશલ્યો વિકસાવવા માટે.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે.
- પરંપરાગત મૂલ્યાંકન પ્રક્રિયા (પરીક્ષા/કસોટી) કરતા વધુ સાતત્યસભર અને સમગ્રતા ધરાવે છે.
- તેનું પ્રારંભિક ધ્યેય બાળકની અધ્યયન પ્રક્રિયાને વૈજ્ઞાનિક બનાવી વિકાસ સાધવાનો છે.
- ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે બાળકની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.
- બાળક,વાળી અને શિક્ષણ વચ્ચેના સંકલ્પને વધુ પારદર્શક અને ઉપયોગી બનાવવાનો વ્યાપ વધારે છે.
- વિવિધ મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીના મૂલ્યાંકનના કુલ નવ ક્ષેત્રો ખુલી શકે તેમ છે.
રચનાત્મક મૂલ્યાંકન માં શિક્ષકની ભૂમિકા
અભ્યાસક્રમ ના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્ય અને આવડતો અનિવાર્ય છે.પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધ કયા સ્તર મેળવી છે તેની જાણકારી આવશ્ય છે.
- વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં
- કયા સ્તર સુધી પહોંચ્યા છે?
- કયાં કચાશ રહી ગઈ છે?
- કચાશ અંગેનો નિર્યણ અને વિદ્યાર્થી બંને પક્ષે નિરિક્ષણ દ્વ્રારા કરવામાં આવે.
- કોની કયાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.
રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખીલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોચાડવાના શિક્ષકના પ્રયત્નને બાળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો,અન્ય વિધ્યાર્થો સાથે તુલના,વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન,આત્મગ્લાની અનુભવાય તેવા નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.
- શૈક્ષણિક સાધનોની વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
- વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પડે.
- હાજરી-ગેરહાજરી અંગે વિચારે.
- સલાહ લે તેમજ સાથે ચર્ચા કરે.
- આચાર્યનો સહયોગ સાધે.
- વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારેની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
- વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન,ચિંતાકરે,તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
- પુન:અનુકુળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુન: શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

Assessment System
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા સર્વાંગી વિકાસ
મૂલ્યાંકન પદ્ધતિ પાંચ મુખ્ય ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવી છે.
શૈક્ષણિક મૂલ્યાંકન
વિદ્યાર્થીના વિષયજ્ઞાન, સમજશક્તિ અને શૈક્ષણિક પ્રગતિનું નિયમિત મૂલ્યાંકન.
લેખિત અને મૌખિક મૂલ્યાંકન
લેખિત પરીક્ષા, મૌખિક રજૂઆત અને અસાઇનમેન્ટ દ્વારા અભ્યાસની ગુણવત્તાનું મૂલ્યાંકન.
પ્રાયોગિક અને જીવન કૌશલ્ય
પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વ્યવહારિક જ્ઞાન, સ્વાવલંબન અને જીવન કૌશલ્યોનો વિકાસ.
સર્વાંગી વિકાસ
સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, મૂલ્યો, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસનું મૂલ્યાંકન.
વાલી સહભાગિતા
વાલી મીટિંગ, પ્રગતિ અહેવાલ અને સતત સંવાદ દ્વારા વિદ્યાર્થીના વિકાસમાં સહભાગિતા સુનિશ્ચિત કરવી.
મૂલ્યાંકન પદ્ધતિ
પરીક્ષા માત્ર મૂલ્યાંકનનું સાધન નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ, આત્મવિશ્વાસ અને સ્વ-મૂલ્યાંકનને પ્રોત્સાહિત કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે.
📖 1. શૈક્ષણિક મૂલ્યાંકન
દર મહિનાના અંતે નિયમિત મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક વિકાસની સમીક્ષા કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાળકની પ્રગતિને સમજવામાં અને યોગ્ય માર્ગદર્શન આપવામાં મદદરૂપ બને છે.
📝 2. લેખિત અને મૌખિક મૂલ્યાંકન
ગુજરાતી, અંગ્રેજી અને ગણિત જેવા મુખ્ય વિષયોનું લેખિત તેમજ મૌખિક મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂલ્યાંકનના આધારે પુનરાવર્તન માટે અસાઇનમેન્ટ આપવામાં આવે છે તેમજ શાળામાં નિયમિત પુનરાવર્તનનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય જ્ઞાન, સંગીત અને વાર્તા જેવા વિષયોનું મૌખિક મૂલ્યાંકન પણ લેવામાં આવે છે.
🌱 3. વ્યવહારિક અને જીવન કૌશલ્ય વિકાસ
બાળકોમાં સ્વાવલંબન અને દૈનિક જીવન કૌશલ્યોનો વિકાસ થાય તે માટે જીવન વ્યવહાર અને ઇન્દ્રિય શિક્ષણ જેવા પ્રાયોગિક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિયમિત પ્રેક્ટિકલ મૂલ્યાંકન દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને વ્યવહારિક કુશળતાનો વિકાસ કરવામાં આવે છે.
🤝 4. વાલી સહભાગિતા અને પ્રગતિ
વિદ્યાર્થીના વિકાસ સાથે વાલીઓની સક્રિય ભાગીદારીને પણ મહત્વ આપવામાં આવે છે. વાલી મીટિંગ, કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનારમાં તેમની હાજરીની નોંધ સાથે પેરેન્ટ્સ રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવે છે, જે શાળા અને વાલીઓ વચ્ચે મજબૂત સહકારને પ્રોત્સાહિત કરે છે.
ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6 થી 8)
શૈક્ષણિક, બૌદ્ધિક, સામાજિક અને વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ.
📖 1. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક, બૌદ્ધિક, સામાજિક અને શારીરિક વિકાસનું સતત અવલોકન કરવામાં આવે છે. વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સહઅભ્યાસ અને વર્તનના આધારે વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
🎯 2. મૂલ્યાંકનના હેતુઓ
વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, વર્તન, કૌશલ્યો અને વ્યક્તિગત જરૂરિયાતોને ઓળખી તેમની શીખવાની ગતિ અનુસાર માર્ગદર્શન આપવામાં આવે છે. પરીક્ષાનો ભય દૂર કરી સ્વ-મૂલ્યાંકન, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસના વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
📊 3. મૂલ્યાંકનની આવશ્યકતા
વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવો, શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવો, અધ્યયનની મુશ્કેલીઓનું નિદાન કરવું તથા ઉચ્ચ સ્તરની સમજશક્તિ, વિચારશક્તિ અને જીવન કૌશલ્યોનો વિકાસ કરવો એ આ મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે.
⭐ 4. મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ
આ મૂલ્યાંકન પદ્ધતિ સતત, સર્વગ્રાહી અને વિકાસલક્ષી છે. તે વિદ્યાર્થી, શિક્ષક અને વાલી વચ્ચે પારદર્શિતા વધારી બાળકના વ્યક્તિત્વના વિવિધ પાસાઓના વિકાસને પ્રોત્સાહન આપે છે.
👩🏫 5. શિક્ષકની ભૂમિકા
શિક્ષક વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું સતત નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન, ઉપચારાત્મક શિક્ષણ અને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓની શક્તિઓને ઓળખી તેમની ક્ષમતાનો સર્વોત્તમ વિકાસ થાય તે માટે અનુકૂળ શિક્ષણ વાતાવરણનું નિર્માણ કરે છે.
માધ્યમિક (ધોરણ 9 થી 10)
બોર્ડ પરીક્ષાની સફળ તૈયારી માટે વિષયોના ગહન અભ્યાસ, સ્પષ્ટ સંકલ્પનાઓ અને વિશ્લેષણાત્મક વિચારશક્તિના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.