GAJERA VIDYABHAVAN, KATARGAM

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Katargam), Surat

Guidelines To Parents / Guardians

બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સહ-શિક્ષણ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણની સફળતાનો આધાર વિદ્યાર્થી-વાલી અને શાળા વચ્ચેના હકારાત્મક અને સમજણભર્યા સંબધો પર છે. આ માટે વાલીમિત્રોને નીચે મુજબના કેટલાક માર્ગદર્શક સૂચનો છે જે પાલન કરવા જણાવવામાં આવે છે.

Pre-primary

  • પોતાના બાળકને શહેરમાં સારું શિક્ષણ મળે તે માટે તેમની શક્તિ મર્યાદા મુજબ શક્ય પ્રયત્ન કરવા જોઈએ.
  • બાળકની નાનામાં નાની વાતમાં રસ લેવો જોઈએ. બાળકોને સતત પ્રેમ હુંફ આપતા રહો.
  • પોતાના વિચારો બાળક પર ક્યારેય લાદવા જોઈએ નહિ.
  • માતા-પિતા બાળક પાસે શું ઈચ્છે છે તે દર્શાવવાને બદલે બાળક શું ઈચ્છા ધરાવે છે તે જ ધ્યાનમાં લેવું જોઈએ.
  • માતાપિતાએ પોતાના બે બાળકો પ્રત્યે ક્યારેય સરખામણી કરવી જોઈએ નહિ.
  • બાળક ઉત્સાહપૂર્વક જાતે અભ્યાસ કરતો થાય તેવું વાતાવરણ પૂરું પડવું જોઈએ.
  • દરેક બાળકને પોતાના સ્વપ્નો, ગમા-અણગમાને ધ્યાનમાં રાખીને ઉત્તમ માતાપિતા બનવાનો પ્રયાસ કરવો જોઈએ.
  • દર મહિનાના છેલ્લા શનિવારે વાલીમિટીંગમાં અવશ્ય હાજર રહેવું.
  • આકસ્મિક કારણસર આચાર્યશ્રીને મળવા માટેનોસમય:
    સોમવાર થી શુક્રવાર: સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦
    આપને અગવડ ન પડે તે માટે ઉપરોક્ત સમયનું ચુસ્તપણે પાલન કરવું.

અન્ય

  • દરેક વાલીએ પોતાના બાળકને શાળાનાં નિયત સમય મુજબ મૂકી જવા તેમજ લઈ જવા નિયમનું પાલન અચુક કરવું.
  • દરેક વાલીઓએ પોતાના બાળકનો વર્ગ યાદ રાખવો. પોતાના બાળકના અભ્યાસ માટે ઘરે પણ કાળજી રાખવી.
  • વર્ષ દરમ્યાન શાળામાં યોજાતી પ્રવૃત્તિની યાદી અને અભ્યાસ અંગેની જાણકારી મેળવવા નિયમિત ડાયરી જોવી અને સહી કરવી.

Primary

  • બાળક વારંવાર રજા ન પાડે તેની કાળજી રાખવી. અગત્યના અનિવાર્ય સંજોગોને લીધે બાળક શાળાએ બે દિવસથી વધુ ન આવી શકે તો રૂબરૂ મળી જવું. માંદગીને લીધે બાળક શાળામાં હાજર ન રહે તો તાકીદે દાકતરી સર્ટીફીકેટો અને રજાચિટ્ઠી સાથે વાલીએ આચાર્યશ્રી ને મળવું.
  • બહાર ફરવા જવાના, લગ્નમાં જવાના કે અન્ય કોઈ ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં જવાના કારણોસર ચાલુ શાળાએ રજા માંગવી નહિ. વાલીઓએ આવા કારણોસર રજા લેવા આવવું નહિ.
  • ચાલુ શાળા દરમ્યાન બાળકને લેવા આવવું નહિ. અન્ય કારણોસર લઇ જવાનું થાય તો રિશેષ દરમ્યાન જ આવવું. રિશેષ નો સમય: ૨:૫૦ થી ૩:૦૦
  • બાળકના સર્વાંગી વિકાસ માટે શાળાના પ્રયત્નોમાં વાલીએ સક્રિય સહકાર આપવો શાળામાં રૂબરૂ મળવા બોલાવે ત્યારે ફરજીયાત હાજરી આપવી.
  • ધો. ૧ થી ૮ ના વાલીઓએ આચાર્ય તથા શિક્ષકોને મળવા માટે મહિનાના છેલ્લા શનિવારે શાળા સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) ફરજીયાત આવવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓએ મેળવેલ તમામ માર્કશીટ્સ-સર્ટીફીકેટસ(ઓરીજીનલ) સાચવીને રાખવા જરૂરી છે.
  • શાળાને પોતાની રીક્ષા કે વાન નથી. રીક્ષામાં તથા વાનમાં થતાં આકસ્મિક સંજોગો માટે શાળા જવાબદાર નથી તથા બીજી વ્યવસ્થા કરવા શાળા બંધાયેલ નથી.
  • શાળામાં ૧૦૦% હાજરી જરૂરી છે. વિદ્યાર્થીનું માન્ય મેડીકલ ડોક્ટર નું સર્ટીફીકેટ જો સ્કૂલ માં મળ્યું હશે તો જ વિદ્યાર્થીની માંદગીની રજા માન્ય રાખશે.
  • બાળક ને કોઈપણ જાતનો ચેપી રોગ થયેલ હોય તો શાળા માં આવવું નહિ.
  • શાળાના સમય દરમ્યાન દરેક વિદ્યાર્થીની સંપૂર્ણ સંભાળ રખાશે. પરંતુ અન્ય પ્રવૃત્તિ જેવી કે વોલીબોલ, ડાન્સ,કરાટે,સ્કેટિંગ, યોગા વગેરે દરમ્યાન કોઈ જાતની ઈજા થાય તો શાળા જવાબદાર રહેશે નહિ.
  • ગણવેશ ને સાફ તેમજ ઈસ્ત્રી કરીને પહેરવો, વખતો વખત બૂટ પોલીશ કરીને પહેરવા. આમ વ્યસ્થિત ગણવેશથી વિદ્યાર્થીઓ નું વ્યક્તિત્વ દીપી ઉઠે છે.
  • બાળક ની લેશન ડાયરી નિયમિત ચેક કરવી.
  • બાળક ને દરરોજ બે કલાક વાલીએ સાથે બેસીને અભ્યાસ કરાવવો. નિયમિત હોમવર્ક કરાવવું
  • જો વિદ્યાર્થી ને શાળામાંથી ઉઠાડી લેવા માંગતા હો તો મહિનાની આખર તારીખ પહેલા લેખિત અરજી આપવી, નહિ તો નવા માસની ફી ભરવાની રહેશે.
  • પ્રથમ સત્રાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા બીજી વાર લેવામાં આવતી નથી.
  • સંસ્થાની તમામ વિભાગની વિશિષ્ટ માહિતી સંસ્થાની વેબસાઈટ www.gajeratrust.org પર મૂકવામાં આવેલ છે. તેનો ઉપયોગ અચૂક કરવો.
  • આપના બાળક ના અભ્યાસ અંગેના મેસેજ વાલીના મોબાઇલમાં મોકલવામાં આવે છે જેની નોંધ લેવી.
  • બાળકોને પૈસા આપવા નહિ, કીંમતી દાગીના પહેરાવવા નહિ, અગર આપ જો દાગીના પહેરાવશો અને ખોવાશે તો તેના માટે શિક્ષકો કે સંસ્થા જવાબદાર રહેશે નહિ.
  • બાળકના સમગ્ર શૈક્ષણિક સાહિત્યને પૂંઠા ચડાવી દફતરમાં વ્યવસ્થિત મોકલવા.
  • બાળકના અભ્યાસ અંગે કે બીજા કોઈપણ જાતના પ્રશ્ન માટે સૌ પ્રથમ આચાર્ય પાસે રજૂઆત કરવી. સીધા વર્ગશિક્ષકને મળવું નહિ.

Secondary & Higher Secondary

  • શિક્ષણ એટલે માત્ર અભ્યાસક્રમ કે પાઠ્યક્રમ જ નથી, બાળક તમામ ક્ષેત્રોમાં વિકાસ કરે અને તેને મનગમતા ક્ષેત્રમાં નિપૂણતા હાંસલ કરે તે માટે પ્રયત્ન કરવા.
  • શાળા સતત અને હંમેશા બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરે છે. આપનું બાળક શાળા આયોજિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે મોટીવેટ કરવા.
  • શાળાના આયોજનોમાં આપણા યોગ્ય સૂચનો આવકાર્ય છે.
  • શાળા અંગે આપને કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તેની રજૂઆત આચાર્યશ્રીને યોગ્ય રીતે કરવી. શાળા અને તેનો સ્ટાફ અંગે બાળકોની હાજરીમાં ગમે તેવા શબ્દો ઉચ્ચારવા નહિ. તે બાળકના હિતમાં નથી.
  • સંસ્થાનો સતત આગ્રહ રહે છે કે વાલીશ્રીઓ વધુમાં વધુ સંસ્થાની પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે વાલીમિત્રો માટે પણ અનેક પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. આ પ્રવૃત્તિઓમાં આપ અચૂક ભાગ લો તેવી આશા છે.
  • દર મહિનાના છેલ્લા શનિવારે વાલીમીટીંગમાં અવશ્ય હાજર રહેવું.
  • આકસ્મિક કારણસર આચાર્યશ્રીને મળવા માટેનોસમય:
    સોમવાર થી શુક્રવાર: સવારે ૦૭:૩૦ થી ૦૮:૩૦
    શનિવાર: બપોરે ૧૨:૦૦ થી ૦૧:૦૦
    આપને અગવડ ન પડે તે માટે ઉપરોક્ત સમયનું ચુસ્તપણે પાલન કરવું.

નામકમી કરવા બાબતે સુચના

  • વર્ષના અંતે શાળા બદલી માટે નામકમી કરવા માટે જે-તે વર્ષની તારીખ ૩૧/૦૫ પહેલા અરજી કરવાની રહેશે. ત્યારબાદ જાણ કરવામાં આવશે તો આગામી વર્ષની પ્રથમસત્ર તથા જૂન મહિનાની ફી ભરવી પડશે.
  • ચાલુ વર્ષે નામકમી કરવાની પરિસ્થિતિમાં જે માસ દરમ્યાન અરજી કરવામાં આવશે તે માસ સુધીની ફી ભર્યા બાદ L.C. મેળવી શકાશે.
  • જે બાળક અથવા વાલી શાળાના નીતિ-નિયમો પ્રમાણે વર્તન નહિ કરે તે વિદ્યાર્થીને શાળા છોડવી પડશે. આ માટે કોઈપણ દલીલ ચલાવી લેવામાં આવશે નહિ.

અન્ય

  • શાળાની પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાના સમયપત્રક અને પરીણામ અંગે વેબસાઈટમાં માહિતી આપવામાં આવેલ છે જે નિયમિત રીતે જોતા રહેવું.
  • વાલી તરીકે માતા-પિતાના મોબાઈલ નંબર શાળામાં અચૂક આપવા. સમયાંતરે મોબાઈલ નંબરમાં જે ફેરફાર થાય તેની જાણ શાળામાં કરવી.
  • બાળક ગેરહાજર હોય તેવા સંજોગોમાં વાલીના મોબાઈલ પર ગેરહાજરીના મેસેજ કરવામાં આવે છે. જો આ પ્રકારના મેસેજ આપને ન મળતા હોય તો તાત્કાલિક શાળામાં જાણ કરવી.
  • બાળકો શાળાએ સાયકલ લઈને આવે તે ઇચ્છનીય છે. તેનાથી બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી થાય છે. નાના બાળકોને વાલી જાતે મુકવા આવે તે જરૂરી છે.
  • વાન રીક્ષામાં અનિવાર્ય સંજોગો સિવાય મોકલવા નહિ અને મોકલો ત્યારે વાન-રીક્ષાના ડ્રાઈવર/મલિકની પુરતી માહિતી મેળવી લેવી તથા R.T.O. નાં નિયમનું પાલન કરતી વાન/રીક્ષા પસંદ કરવી.
  • શાળા દ્વારા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. શાળાના ગેટની બહારની જવાબદારી શાળા લઈ શકે નહિ. આ અંગેની સંપૂર્ણ જવાબદારી વાલીની રહેશે.