Sunita's Makerspace Clubs

વિવિધ ક્લબ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નવીનતા, નેતૃત્વ, આત્મવિશ્વાસ અને જીવન કૌશલ્યોનો સર્વાંગી વિકાસ કરી તેમની આંતરિક પ્રતિભાને ખીલવવાનો અમારો સતત પ્રયાસ છે.

Dance Club

💃Dance Club

ડાન્સ એ એક કળા છે જેમાં વિવિધ પ્રકારના સ્ટેપ્સ સંગીતની લય સાથે રજૂ કરવામાં આવે છે. ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન મળે છે તેમજ આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિની ક્ષમતામાં વધારો થાય છે.

  • સોલો ડાન્સ સ્પર્ધા
  • ગ્રુપ ડાન્સ સ્પર્ધા
  • વિવિધ ડાન્સ સ્ટાઇલ્સ
  • ભરતનાટ્યમ
Drama Club

🎭Drama Club

નાટક જીવનનું પ્રતિબિંબ છે. ડ્રામા ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને અભિનય, સંવાદ કળા, સ્ટેજ પ્રેઝન્સ, વેશભૂષા, અભિવ્યક્તિ અને નાટ્યસર્જનની તાલીમ આપવામાં આવે છે, જે તેમના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.

  • સ્ટેજ પરફોર્મન્સ
  • અભિનય તાલીમ
  • સંવાદ કૌશલ્ય
  • નાટ્યસર્જન કલા
Technology Club

💻Technology Club

આધુનિક યુગમાં ટેક્નોલોજીનું મહત્વ સતત વધી રહ્યું છે. આ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને મોબાઇલ ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, નવીન વિચારો અને ટેક્નોલોજીકલ વિકાસ તરફ પ્રેરણા આપવામાં આવે છે.

  • મોબાઇલ ટેક્નોલોજી
  • ઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટ્સ
  • નવીનતા અને ઇનોવેશન
  • ડિજિટલ કૌશલ્ય
Language Club

📚Language Club

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના જ્ઞાન સાથે વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન, વક્તૃત્વ અને સર્જનાત્મક અભિવ્યક્તિનો વિકાસ કરવામાં આવે છે.

  • નિબંધ લેખન
  • કાવ્ય રચના
  • પત્ર લેખન
  • વક્તૃત્વ સ્પર્ધા
Social Club

🌍Social Club

વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, સેવાભાવ અને નાગરિક જાગૃતિ વિકસે તે માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ, મુલાકાતો, પ્રદર્શનો અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

  • સામાજિક જાગૃતિ કાર્યક્રમો
  • સંસ્થાઓની મુલાકાત
  • પ્રદર્શનો
  • લોકસંપર્ક પ્રવૃત્તિઓ
Eco Club

🌱Eco Club

ઇકો ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સંરક્ષણની ભાવના વિકસાવવામાં આવે છે. વિવિધ હરિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

  • વૃક્ષારોપણ કાર્યક્રમો
  • પર્યાવરણ જાગૃતિ અભિયાન
  • વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓ
  • સ્વચ્છતા અને સંરક્ષણ અભિયાન
Sports Club

🏆Sports Club

સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, રમતગમત પ્રત્યે રસ, ટીમવર્ક, શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવામાં આવે છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવે છે.

  • ઇન્ડોર અને આઉટડોર રમતો
  • ટીમ પસંદગી અને તાલીમ
  • જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ
  • ફિટનેસ અને રમતગમત કૌશલ્ય વિકાસ
Music Club

🎵Music Club

સંગીત ક્લબ વિદ્યાર્થીઓમાં સંગીત પ્રત્યે રસ, આંતરિક શાંતિ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને વિવિધ વાદ્યોનો પરિચય આપવામાં આવે છે.

  • ગાયન તાલીમ
  • વાદ્ય સંગીત
  • શાસ્ત્રીય અને લોકસંગીત
  • સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગીદારી
Public Speaking Club

🎤Public Speaking Club

પબ્લિક સ્પીકિંગ ક્લબ વિદ્યાર્થીઓમાં અસરકારક સંવાદ, વક્તૃત્વ કળા, આત્મવિશ્વાસ અને મંચ સંચાલનની ક્ષમતાનો વિકાસ કરે છે. વિવિધ ભાષણ અને પ્રેઝન્ટેશન પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિત્વને નીખારવામાં આવે છે.

  • વક્તૃત્વ સ્પર્ધાઓ
  • પ્રેઝન્ટેશન કૌશલ્ય
  • એન્કરિંગ તાલીમ
  • આત્મવિશ્વાસ વિકાસ
Science Club

🔬Science Club

સાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને સંશોધન પ્રત્યેનો રસ વિકસાવવામાં આવે છે. પ્રયોગો, મોડેલ મેકિંગ અને વિજ્ઞાન મેળા જેવી પ્રવૃત્તિઓ દ્વારા અનુભૂતિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે.

  • વિજ્ઞાન પ્રયોગો
  • સાયન્સ મોડેલ મેકિંગ
  • વિજ્ઞાન મેળો
  • સાયન્સ સેન્ટરની મુલાકાત
Event Management Club

🎪Event Management Club

ઈવેન્ટ મેનેજમેન્ટ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં આયોજન, નેતૃત્વ, સમયપાલન, જવાબદારી અને ટીમવર્ક જેવા ગુણોનો વિકાસ કરવામાં આવે છે. શાળાના વિવિધ કાર્યક્રમોના આયોજનમાં વિદ્યાર્થીઓને સક્રિય સહભાગી બનાવવામાં આવે છે.

  • કાર્યક્રમ આયોજન
  • સ્ટેજ મેનેજમેન્ટ
  • ટીમવર્ક અને નેતૃત્વ
  • સમય વ્યવસ્થાપન
Business Club

💼Business Club

બિઝનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાય, બેંકિંગ, વીમા, ઈ-કોમર્સ અને ઉદ્યોગસાહસિકતા અંગે પ્રાથમિક સમજ આપવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં વ્યવસાયિક દૃષ્ટિકોણ વિકસાવી શકે.

  • બિઝનેસ જ્ઞાન
  • ઈ-કોમર્સ
  • બેંકિંગ અને ફાઇનાન્સ
  • ઉદ્યોગસાહસિકતા
Mathematics Club

Mathematics Club

ગણિત ક્લબ વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને ગણિત પ્રત્યેનો રસ વધારવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરે છે.

  • ગણિત ક્વિઝ
  • લોજિકલ પઝલ્સ
  • ગણિત મોડેલ્સ
  • સેમિનાર અને વર્કશોપ
Art Club

🎨Art Club

આર્ટ ક્લબ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપે છે. વિવિધ ચિત્રકામ, પેઇન્ટિંગ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કલ્પનાશક્તિ વિકસાવે છે.

  • ડ્રોઇંગ
  • પેઇન્ટિંગ
  • સ્કેચિંગ
  • આર્ટ એક્ઝિબિશન
Craft Club

✂️Craft Club

ક્રાફ્ટ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ઉપયોગી હસ્તકલા કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે છે. વેસ્ટમાંથી બેસ્ટ, માટીકામ અને વિવિધ હસ્તકલાની પ્રવૃત્તિઓ દ્વારા નવીનતા વિકસાવવામાં આવે છે.

  • વેસ્ટમાંથી બેસ્ટ
  • માટીકામ
  • હેન્ડમેડ આર્ટ
  • ક્રાફ્ટ પ્રદર્શન
Photography Club

📷Photography Club

ફોટોગ્રાફી ક્લબ વિદ્યાર્થીઓને કેમેરા હેન્ડલિંગ, ફ્રેમિંગ, લાઇટિંગ અને ફોટો સ્ટોરીટેલિંગની કળા શીખવે છે. વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ દ્વારા તેમની સર્જનાત્મક દ્રષ્ટિ વિકસાવવામાં આવે છે.

  • કેમેરા હેન્ડલિંગ
  • ફોટો એડિટિંગ
  • ફોટો વોક
  • એક્ઝિબિશન

Clubs by Standard

Std. 1 to 4 Std. 5 to 8 Std. 9 to 12
Dance
Art
Craft
Drama
Music
Sports
Eco
Science
Maths
Language
Dance
Technology
Business
Social
Drama
Music
Public Speaking
Sports
Eco
Event Management
Science
Maths
Language
Photography
Art
Craft
Technology
Business
Social
Drama
Public Speaking
Eco
Event Management
Science
Maths
Language