GAJERA VIDYABHAVAN, KATARGAM

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Katargam), Surat

પ્રતિભા જન્મતી નથી
તેને કેળવવી પડે છે.

Vision

“સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો બાળકને લખતા આવડી જાય એટલે તેને ભણતા આવડી ગયું પરંતુ ખરેખર બાળમંદિરનાં બાળકો માટે ભણવાનું એટલે કેળવવાનું અને કેળવવાનું એટલે શીખવવું.”

  • વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે ક્રિએટીવીટીનો વિકાસ કરવો.
  • બાળકો પોતાના જ્ઞાન થકી નાવીન્યસભર (ઇનોવેટીવ) તથ્યો શોધે.
  • વર્ગખંડમાં દરેક બાળકને સમાન તક મળે.
  • શાળા સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓ (કર્મચારી, વાલી અને વિદ્યાર્થી) એકબીજા સાથે મળી એક થી અનેક સુધી ખુશીની લહેર ફેલાવે.

Mission

“ફૂલની કળીની પાંખડીઓ આંગળીનાં ટેરવાથી ઉઘાડી આપવાનું કામ આપણું નથી, એ પાંખડીને સ્વયં ઉઘડવા દઈએ તો આપણું બાળક પ્રગતિના સોપાન રમતા રમતા ચઢી જશે.” – રવીન્દ્રનાથ ટાગોર

  • શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણ આપીએ.
  • બાળકો પાઠ્યક્રમ ઉપરાંત પોતાના રસના વિષયમાં ઉચ્ચત્તમ સ્થાન પ્રાપ્ત કરે.
  • બાળકો સમાજસેવા તથા સ્વાસ્થ્ય જાળવણી પ્રત્યે જાગૃત થાય.