Guidelines to Parents / Guardians
બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શાળા તથા વાલીઓની સમાન ભાગીદારી ખૂબ જ જરૂરી છે. શાળા અને વાલી વચ્ચેનો વિશ્વાસ, સંવાદ અને સહકાર જ વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે.
Pre-Primary Guidelines
પોતાના બાળકને શહેરમાં શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે પોતાની શક્તિ મુજબ શ્રેષ્ઠ પ્રયાસ કરવો.
બાળકની નાનામાં નાની વાતમાં રસ લેવો અને તેને સતત પ્રેમ, હૂંફ તથા પ્રોત્સાહન આપવું.
પોતાના વિચારો બાળક પર ક્યારેય લાદવા નહીં. બાળકની રુચિ અને ક્ષમતાને સમજવાનો પ્રયત્ન કરવો.
વાલીઓએ પોતાની અપેક્ષાઓ કરતાં બાળકના રસ, સપના અને ઈચ્છાઓને વધુ મહત્વ આપવું.
ભાઈ-બહેન વચ્ચે ક્યારેય સરખામણી ન કરવી. દરેક બાળક પોતાની રીતે અનોખો છે.
ઘરમાં એવું વાતાવરણ ઊભું કરવું કે બાળક આનંદપૂર્વક અને ઉત્સાહથી સ્વઅભ્યાસ કરે.
દરેક બાળકના સ્વભાવ, ગમા-અણગમા અને સપનાઓને સમજી ઉત્તમ માતા-પિતા બનવાનો પ્રયત્ન કરવો.
દર મહિનાના છેલ્લા શનિવારે યોજાતી વાલી મીટિંગમાં અવશ્ય હાજરી આપવી.
🕒 Principal Meeting Time
સોમવાર થી શુક્રવાર : સવારે 08:00 થી 09:00
આપને અગવડ ન પડે તે માટે કૃપા કરીને ઉપરોક્ત સમયનું પાલન કરવું.
📌 Important Instructions
✔ બાળકને શાળાના નિયત સમય મુજબ મુકવા અને લેવા આવવું.
✔ પોતાના બાળકનો વર્ગ, વિભાગ તથા અભ્યાસ અંગેની માહિતી નિયમિત મેળવવી.
✔ વિદ્યાર્થીની ડાયરી દરરોજ તપાસવી અને જરૂરી જગ્યાએ સહી કરવી.
✔ વર્ષ દરમિયાન યોજાતી પ્રવૃત્તિઓ અને અભ્યાસની માહિતી નિયમિત રીતે જોવી.
Primary Guidelines
બાળક વારંવાર રજા ન પાડે તેની ખાસ કાળજી રાખવી. બે દિવસથી વધુ ગેરહાજરી હોય તો શાળામાં રૂબરૂ જાણ કરવી.
માંદગીના કારણે ગેરહાજર રહે તો ડૉક્ટરનું પ્રમાણપત્ર તથા રજાની અરજી સાથે આચાર્યશ્રીને મળવું.
લગ્ન, પ્રવાસ અથવા સામાજિક પ્રસંગો માટે શાળા દરમિયાન રજા માંગવી નહીં.
ચાલુ શાળા દરમિયાન બાળકને લેવા ન આવવું. ખાસ જરૂર હોય તો માત્ર રિસેસ સમયે જ આવવું.
બાળકના સર્વાંગી વિકાસ માટે શાળાના તમામ પ્રયત્નોમાં સક્રિય સહકાર આપવો અને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવું.
ધોરણ ૧ થી ૮ ના વાલીઓએ દર મહિનાના છેલ્લા શનિવારે આચાર્ય તથા શિક્ષકોને મળવા ફરજીયાત આવવું.
વિદ્યાર્થીના તમામ માર્કશીટ અને મૂળ પ્રમાણપત્રો સુરક્ષિત રીતે સાચવી રાખવા.
રીક્ષા અથવા વાનની વ્યવસ્થા માટે શાળા જવાબદાર નથી. યોગ્ય અને સુરક્ષિત વાહનની પસંદગી કરવી.
૧૦૦% હાજરી માટે પ્રયત્ન કરવો. માન્ય મેડિકલ સર્ટિફિકેટ વગરની ગેરહાજરી સ્વીકારવામાં આવશે નહીં.
બાળકને ચેપી રોગ હોય તો સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી શાળામાં મોકલવું નહીં.
સાફ-સુથરો અને ઇસ્ત્રી કરેલો ગણવેશ તેમજ પોલિશ કરેલા બૂટ સાથે બાળકને શાળાએ મોકલવું.
લેશન ડાયરી દરરોજ તપાસવી તથા બાળકનું હોમવર્ક નિયમિત પૂર્ણ કરાવવું.
દરરોજ ઓછામાં ઓછા બે કલાક બાળક સાથે બેસીને અભ્યાસમાં માર્ગદર્શન આપવું.
બાળકોને રોકડ રૂપિયા અથવા કિંમતી દાગીના પહેરાવીને શાળાએ મોકલવા નહીં.
બાળકના તમામ પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીને યોગ્ય કવર સાથે વ્યવસ્થિત રીતે મોકલવી.
📌 Important Notes
✔ બાળકના અભ્યાસ અથવા અન્ય કોઈ પ્રશ્ન માટે સૌ પ્રથમ આચાર્યશ્રીનો સંપર્ક કરવો.
✔ પ્રથમ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા ફરી લેવામાં આવતી નથી.
✔ શાળાની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીનો નિયમિત ઉપયોગ કરવો.
✔ શાળામાંથી મોકલાતા SMS તથા મોબાઇલ સૂચનાઓ પર ધ્યાન આપવું.
✔ શાળામાંથી નામ કઢાવવું હોય તો નિયત સમય પહેલાં લેખિત અરજી આપવી.
Secondary & Higher Secondary Guidelines
શિક્ષણનો હેતુ માત્ર પાઠ્યપુસ્તક પૂરતો નથી પરંતુ બાળકનો સર્વાંગી વિકાસ થાય અને તે પોતાની પસંદગીના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે માટે સતત પ્રોત્સાહિત કરવું.
શાળા દ્વારા આયોજિત તમામ શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં બાળકને ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રેરિત કરવું.
શાળાના વિકાસ માટે આપના રચનાત્મક સૂચનો હંમેશા આવકાર્ય છે.
શાળા અંગે કોઈપણ ફરિયાદ અથવા સૂચન હોય તો સીધા આચાર્યશ્રીનો સંપર્ક કરવો. બાળકોની હાજરીમાં શાળા અથવા સ્ટાફ વિશે નકારાત્મક ચર્ચા કરવી નહીં.
વાલીઓએ સંસ્થા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને વાલી મીટિંગમાં નિયમિત હાજરી આપવી.
દર મહિનાના છેલ્લા શનિવારે યોજાતી વાલી મીટિંગમાં અવશ્ય હાજરી આપવી.
શાળાની પરીક્ષા પદ્ધતિ, સમયપત્રક અને પરિણામ અંગેની માહિતી વેબસાઇટ પર નિયમિત તપાસવી.
શાળામાં સક્રિય મોબાઇલ નંબર નોંધાવવો અને નંબર બદલાય તો તાત્કાલિક જાણ કરવી.
વિદ્યાર્થી ગેરહાજર રહે ત્યારે મોકલાતા SMS જો ન મળે તો તરત જ શાળાનો સંપર્ક કરવો.
વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી સાયકલ દ્વારા શાળાએ આવવા પ્રોત્સાહિત કરવું. નાના બાળકોને વાલી જાતે મુકવા આવવું.
વાન અથવા રિક્ષાની પસંદગી કરતી વખતે RTOના નિયમોનું પાલન કરતી સુરક્ષિત વાહન વ્યવસ્થા પસંદ કરવી.
શાળા દ્વારા પરિવહનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. શાળાના ગેટની બહારની જવાબદારી સંપૂર્ણપણે વાલીની રહેશે.
🕒 Principal Meeting Time
સોમવાર થી શુક્રવાર : સવારે 07:30 થી 08:30
શનિવાર : બપોરે 12:00 થી 01:00
આપને અગવડ ન પડે તે માટે કૃપા કરીને ઉપરોક્ત સમયનું પાલન કરવું.
📋 Name Withdrawal Policy
✔ વર્ષના અંતે શાળા બદલવા માટે 31 મે પહેલાં લેખિત અરજી કરવી જરૂરી છે.
✔ ત્યારબાદ અરજી કરવામાં આવશે તો આગામી વર્ષની પ્રથમ સત્ર અને જૂન મહિનાની ફી ભરવાની રહેશે.
✔ ચાલુ વર્ષ દરમિયાન નામ કઢાવવાની સ્થિતિમાં અરજી કરેલા માસ સુધીની તમામ ફી ભર્યા બાદ જ L.C. આપવામાં આવશે.
✔ શાળાના નિયમોનું પાલન ન કરનાર વિદ્યાર્થી સામે સંસ્થા યોગ્ય નિર્ણય લઈ શકે છે.
Working Together for Every Child's Success
શાળા અને વાલી વચ્ચેનો વિશ્વાસ, નિયમિત સંવાદ અને પરસ્પર સહકાર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. ચાલો, આપણે સૌ સાથે મળીને દરેક બાળકને સુરક્ષિત, સંસ્કારી, આત્મવિશ્વાસી અને સફળ ભવિષ્ય તરફ આગળ વધારીએ.