Assessment System
Pre-primary
Primary
Secondary & Higher Secondary
Pre-primary
- પરીક્ષાએ મૂલ્યાંકનનું માધ્યમ છે પરંતુ સૌથી પહેલાએ સ્વમુલ્યાંકનનું અગત્યનું પરિબળ છે. બાળભવનમાં દર મહિનાના અંત માં મૂલ્યાંકન કરવામાં આવે છે. જેથી કરીને બાળકે અભ્યાસને અને સહઅભ્યાસને લગતી કઈ પ્રવુતિઓમાં કેટલી પ્રગતિ કરી છે તેનો ખ્યાલ આવે.
- મુખ્ય વિષયો ગુજરાતી, ગણિત અને અંગ્રેજી વિષયોની લેખિત તેમજ મૌખિક મૂલ્યાંકન કરવામાં આવે છે. તે મુજબ અસાઈમેન્ટ બનાવી પુનરાવર્તન માટે ઘરે આપવામાં આવે છે અને શાળામાં પણ પુનરાવર્તનનું દરેક વર્ગમાં એકસરખું આયોજન કરવામાં આવે છે.
- આ સાથે જ સામાન્ય જ્ઞાન, સંગીત, વાર્તાના પણ મૌખિક મૂલ્યાંકન લેવાય છે. બાળભવનમાં મુખ્ય મૂલ્યાંકન કરવાની પદ્ધતિ મૌખિક મૂલ્યાંકન જ છે. જેના દ્વારા બાળકો આનંદિત થાય છે. મૌખિક બાળકોનો સૌથી પ્રિય વિષય છે અને તેઓ ઉત્સાહભેર વાર્તા, સંગીત, સામાન્ય જ્ઞાન વિષયમાં રસ ધરાવે છે. આથી મૌખિક મૂલ્યાંકન ખુબ જ જરૂરી છે. મૌખિક એ જ બાળભવનનો મુખ્ય પાયો છે. જેના દ્વારા બાળકની યાદશક્તિ વધે છે. તેમજ આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
- આ ઉપરાંત બાળકોમાં ઘરગથ્થું કામ તેમજ બાળક પોતાની કાળજી પોતાની જાતે રાખી શકે તે હેતુથી બાળભવનમાં જીવન વ્યવહાર અને ઇન્દ્રિય શિક્ષણ જેવા પ્રેક્ટીકલ વિષયોનો સમાવેશ કરવામાં આવે છે અને સાથે જ આ વિષયોની પ્રેક્ટીકલ પણ લેવામાં આવે છે.
- આ ઉપરાંત વાલીઓનું પણ રીપોર્ટ કાર્ડ બનાવવામાં આવે છે. જેમાં વાલીઓની મિટીંગ પ્રોગ્રામ સ્પર્ધા તથા સેમિનારની હાજરીની નોંધ કરવામાં આવે છે.
Primary
સંકલ્પના
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનએ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની જાણકારી મેળવવાની તથા તેનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. – 2009 અંતર્ગત થયેલ જોગવાઈ તેમજ RTS એક્ટની કલમ 29ના અમલીકરણ બાદ રાજ્યમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (School based comprehensive evaluation) ના માધ્યમથી ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક,સામાજિક,બોદ્ધિક, અને શારીરિક એમ સર્વગ્રાહી બાબતોની નોંધ ,ઉપરાંત વિદ્યાર્થીના સતત અવલોકન અને સહ-અભ્યાસ તથા સામાજિક પ્રવુત્તિઓની તાલીમના આધારે તેના ગુનો,વલણો,રસ અને ત્રુટી વગેરેની જાણકારી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સમાવેલી છે.- શાળા કક્ષાએ વિવિધ ધોરણોના વર્ગખંડમાં ભણાવતા વિષયોની અધ્યયન ઉપલબ્ધિઓ (Learning Outcome) કેટલે અંશે સિદ્ધ થઈ છે,તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન.
- બાળકની બુદ્ધિમત્તા સાથે જોડાયેલ બાબતોનો સમાવેશ શૈક્ષણિક ક્ષેત્રમાં થાય છે.
- શૈક્ષણિક મૂલ્યાંકનમાં અભ્યાસક્રમના વિષયો અસાઈનમેન્ટ,પ્રોજેક્ટ વર્ક,પ્રાયોગિક કાર્ય,મૌખિકકાર્ય વગેરે પ્રવિધિઓ દ્વારા અધ્યયન અનુભવો આપી મૂલ્યાંકન કરવામાં આવે છે.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના હેતુઓ
શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકનના હેતુઓ નીચે પ્રમાણે છે:- વિવિધ વિષયોમાં નિશ્ચિત સમયે વિધાર્થીઓમાં થયેલ પ્રગતિની જાણકારી મેળવવી.
- વિદ્યાર્થીઓ ના વ્યવહારમાં થયેલ પરિવર્તનોની જાણકારી મેળવવી.
- વિદ્યાર્થીઓની વ્યક્તિગત અને વિશેષ જરૂરિયાતોની જાણકારી મેળવવી.
- વિવિધ શૈક્ષણિક પદ્ધતિ અને પ્રવુત્તિઓના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓની શીખવાની તરાહ (Pattern)માટેની યોજના તૈયાર કરવી.
- વિદ્યાર્થીઓના વિશિષ્ઠ કૌશલ્યોની ઓળખ કરી તેના મહત્તમ વિકાસ માટે તેને પ્રોત્સાહન આપવું.
- વિદ્યાર્થીઓના વિકાસની સ્થિતિની ચકાસણી કરી તેને વાળી સમક્ષ રજુ કરવી.
- વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડરથી દૂર કરી સ્વ-મૂલ્યાંકન માટે પ્રોત્સાહિત કરવા.
- દરેક વિદ્યાર્થીની શીખવાની શક્તિ અને તેની ગતિને ઓળખી તેને પ્રોત્સાહન મળે તે માટે તેને માર્ગદર્શન આપવું.
- વિદ્યાર્થીઓમાં ગોખણપટ્ટીને સ્થાન સર્જાત્મકતાનો વિકાસ થાય તે માટે યોગ્ય આયોજન કરવું.
- વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ વડે વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રક્રિયાને સુદ્રઢ બનાવવી.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આવશ્યકતા
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આવશ્યકતા- બાળકમાં માનસિક તણાવ ઘટાડવા માટે.
- બાળકના વ્યક્તિત્વના સમગ્ર પાસાઓની જાણકારી મેળવવા માટે.
- શિક્ષક દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં સર્જનાત્મકતા લાવવા માટે.
- શિક્ષક દ્વારા બાળકની અધ્યયન મુશ્કેલીઓનું નિદાન કરી,ઉપચાર કરી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે.
- બાળકોમાં ઉચ્ચકક્ષા સ્તરની સમજ તેમજ કૌશલ્યો વિકસાવવા માટે.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે.- પરંપરાગત મૂલ્યાંકન પ્રક્રિયા (પરીક્ષા/કસોટી) કરતા વધુ સાતત્યસભર અને સમગ્રતા ધરાવે છે.
- તેનું પ્રારંભિક ધ્યેય બાળકની અધ્યયન પ્રક્રિયાને વૈજ્ઞાનિક બનાવી વિકાસ સાધવાનો છે.
- ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે બાળકની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.
- બાળક,વાળી અને શિક્ષણ વચ્ચેના સંકલ્પને વધુ પારદર્શક અને ઉપયોગી બનાવવાનો વ્યાપ વધારે છે.
- વિવિધ મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીના મૂલ્યાંકનના કુલ નવ ક્ષેત્રો ખુલી શકે તેમ છે.
રચનાત્મક મૂલ્યાંકન માં શિક્ષકની ભૂમિકા
અભ્યાસક્રમ ના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્ય અને આવડતો અનિવાર્ય છે.પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધ કયા સ્તર મેળવી છે તેની જાણકારી આવશ્ય છે.- વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં
- કયા સ્તર સુધી પહોંચ્યા છે?
- કયાં કચાશ રહી ગઈ છે?
- કચાશ અંગેનો નિર્યણ અને વિદ્યાર્થી બંને પક્ષે નિરિક્ષણ દ્વ્રારા કરવામાં આવે.
- કોની કયાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.
- શૈક્ષણિક સાધનોની વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
- વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પડે.
- હાજરી-ગેરહાજરી અંગે વિચારે.
- સલાહ લે તેમજ સાથે ચર્ચા કરે.
- આચાર્યનો સહયોગ સાધે.
- વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારેની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
- વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન,ચિંતાકરે,તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
- પુન:અનુકુળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુન: શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.
Secondary & Higher Secondary