Co-Curricular

Pre-primary

  • રમત:- બાળકનો મૂળભૂત સ્વભાવ ‘રમત’ છે. શાળામાં ક્રિડાંગણ તથા તેના સાધનોની વ્યવસ્થા હોવાથી બાળકને ઘર કરતાં પણ શાળા વધુ ગમે. ખેલદિલીની ભાવના કેળવાય, જૂથ કાર્ય કરવાની ટેવ પડે.
  • જીમ્નાસ્ટીક અને ડાન્સ:- ટી.વી. અને મોબાઈલનાં યુગમાં શારીરિક કસરત તરફ વાળે તેમજ બાળકમાં રહેલી પ્રતિભાનો વિકાસ કરી સમાજમાં પોતાનું સ્થાન કલાક્ષેત્રે આગળ વધારે તે માટે શાળા પ્રયત્નશીલ રહે છે.
  • સામાન્ય જ્ઞાન, વાતચીત, ઉત્સવ( ડે ની ઉજવણી) અને સ્પર્ધા:- આ દ્વારા બાળક પોતાની આસપાસની વ્યક્તિઓ- વસ્તુઓથી પરિચિત થાય, ભારતીય સંસ્કારનું સિંચન થાય જાતે જે-તે કાર્યમાં ભાગ લેવાની વિવિધ આવડતોની ખીલવણી થાય, આત્મવિશ્વાસનો વધારો થાય અને સાથે સાથે સમૂહભાવના પણ ખીલે છે.
  • પ્રયોગો અને પર્યાવરણ:- પ્રયોગો જોતા તથા જાતે કરતાં વૈજ્ઞાનિક અભિનય કેળવે છે તેમજ પર્યાવરણની પ્રત્યક્ષ સમજ મેળવી તેની જ્ઞાનની સીમાઓ વિસ્તરે છે. બાળકોને પર્યાવરણ વિષય દ્વારા કુદરતની નજીક લાવવાનો પ્રયાસ પણ અમે કરીએ છીએ. જે બાળકોનાં અભ્યાસક્રમમાં સંકળાયેલ છે.
  • શારીરિક વિકાસ:- નાના મોટા સ્નાયુઓની કેળવણી તેમજ હસ્તચક્ષુ સંકલનની પ્રવૃત્તિઓ શારીરિક વિકાસ માટે જરૂરી છે. સવારની સભામાં બાળકોને પ્રાર્થના, કસરત, યોગા, ધ્યાન, વાર્તા, જોડકણા તેમજ અવનવી સામાન્ય જ્ઞાનની વાતચીત વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
  • પ્રવાસ:- બાળકોને માછલીઘર, બગીચો તથા પ્રાણીસંગ્રહાલય જેવા સ્થળોની મુલાકાતે લઈ જવામાં આવે છે.

Primary

Secondary & Higher secondary