Curriculum
Pre-primary
Primary
Secondary
Pre-primary
બાળભવનનાં વિવિધ વિષયો અનુસાર ક્ષમતાલક્ષી અભ્યાસક્રમ અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા.
- ભાષા:- ભાષાએ કુદરતી રીતે મળેલી પોતાને વ્યક્ત કરવાની એક મહાન બક્ષિસ છે. પ્રત્યક્ષ ચીજવસ્તુ જોઈને રમતા ગાતા ભાષાભંડોળ વધારી વિષય વસ્તુ શીખી લે છે.
- ગણિત:- બાળકને ગણતાં આવડે અને સહેલાઇથી અંકો શીખી શકે તે માટે સાધનો દ્વારા પ્રત્યક્ષ ગણતરી શીખવવામાં આવે છે. બાળક મૂળઅંકો અને શૂન્યની કલ્પના પણ સાધન દ્વારા શીખે છે.
- જીવન વ્યવહાર:- વણવું, ચાળવું, પાણી ભરવું, સીવવું, ઘડીકામ, શરીર સ્વચ્છતા જેવી જીવન ઉપયોગી કામગીરી શાળામાં શીખે છે.
- ઇન્દ્રિય શિક્ષણ:- વિવિધ શૈક્ષણિક સાધનનો તેમજ પ્રવૃત્તિઓનાં માધ્યમ દ્વારા બાળકો ઇન્દ્રિય શિક્ષણ શીખે છે.
- વાર્તા, પ્રાર્થના, જોડકણા, અભિનયગીત, સંમેલન:- શિક્ષકનાં સથવારે મૌખિક ભાષાનો વિકાસ કરી ભાષાભંડોળ વધારી શકાય.
- હસ્ત કૌશલ્ય, ચિત્રકામ અને રંગપૂરણી:- આ પ્રવૃત્તિ દ્વારા કલાદ્રષ્ટી ખીલવીને સાથે બાળકને લેખનની પૂર્વ તૈયારીઓ માટે શાળા કાર્યરત રહે છે.
- વાર્તા, નાટક, પપેટ્સ, પ્રોજેક્ટર:- બાળક વાર્તા રસિયું છે. તે બાળકની એક મહત્વની મનોવૈજ્ઞાનિક જરૂરીયાત સંતોષે છે તથા સંસ્કારનું સિંચન થાય છે. કલ્પના શક્તિ વિકસે વાર્તાને નાટક સ્વરૂપમાં તથા પપેટ્સ દ્વારા જોતાં અભિવ્યક્ત કરતાં બાળકનો આત્મવિશ્વાસ વધે.
- ઔપચારાત્મક શિક્ષણ:- અન્ય બાળકોની સરખામણીમાં ભણતરમાં ઊંડા ઉતરતા બાળકોને કુશળ શિક્ષકો દ્વારા ઉપચારાત્મક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Primary
ધોરણ ૧ થી ૮ માં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ તથા પાઠ્યક્રમ શાળામાં ચુસ્તપણે પાળવામાં આવે છે.
Secondary
ધોરણ ૯ થી ૧૨ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ તથા પાઠ્યક્રમ શાળામાં ચુસ્તપણે પાળવામાં આવે છે.