“જૂની રીત ને નવો માર્ગ,
સંસ્કારોનું સિંચન ને અઢળક વ્હાલ,
જેની ધૂંધળી આંખોમાં છલકાતો પ્રેમ,
કરચલી યુક્ત હાથોની મનમોહક વાનગી,
વધતી વયે પણ અડગ આત્મવિશ્વાસ,
પરિવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે દાદા-દાદી”
કહેવાય છે કે વિતેલા દિવસો ક્યારેય પાછા નથી આવતા…. પરંતુ આવે છે ચોક્કસ આવે છે દાદા-દાદી પોતાના સંતાનોના સંતાનો મેળવી પોતાનું બાળપણ પાછું મેળવે છે. દાદા-દાદી પાસે અનુભવોથી ભરેલું જીવન હોય છે. સંસ્કારથી વિકસિત હૃદય હોય છે. દાદા-દાદી સાથે વીતેલો સમય આપણા જીવનમાં સૌથી યાદગાર પળ માંથી એક છે. બાળપણને સુખદ બનાવવા માટે દાદા દાદી અથવા નાના-નાની ની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. તેમની છત્રછાયામાં બાળક હંમેશા ખુશ, મિલનસાર અને દરેક વસ્તુઓને શેર કરનાર હોય છે. દાદા-દાદી પ્રેમ, વિશ્વાસ અને પ્રાથમિક શાળાના સ્તંભ ના રૂપે કાર્ય કરે છે.
દાદા-દાદીએ પરિવાર માટે આપેલા યોગદાન અને બલિદાનને કારણે જ આજે આપણે પ્રગતિનો આનંદ માણી શકીએ છીએ. તેથી જ તેમના પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે સપ્ટેમ્બર માસના બીજા રવિવારને દાદા-દાદી દિવસ તરીકે ઉજવાય છે.
અમારા બાલભવનમાં પણ દાદા-દાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો પોતાના દાદા-દાદી સાથે શાળામાં આવ્યા હતા. બાળકોએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો. શિક્ષકોએ ડ્રામા દ્વારા દાદા-દાદી નું મહત્વ સમજાવ્યું. વડીલોએ ગરબાની સાથે અલ્પાહાર ની મજા માણી.
“સંસ્કાર અને સંસ્કૃતિના વિધેયમાં દાદા-દાદી એ આપણા જીવનનાં પ્રથમ શિક્ષક છે.”
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us