Leave / Absence Rules
- સામાન્ય પરિસ્થિતિમાં બાળક શાળાએ ન આવી શકે તેમ હોય ત્યારે વાલીશ્રીએ શાળામાં આવી અગાઉથી રજા મંજૂર કરાવી લેવી.
- માંદગીના કિસ્સામાં ડૉક્ટરનું સર્ટીફીકેટ આપવાથી બાળકની માંદગીની રજા મંજુર થશે.
- આકસ્મિક સંજોગોમાં રજા પાડવા અંગે તાત્કાલિક નિર્ણય લેવો પડે તેવા સંજોગોમાં ફોનથી શાળામાં જાણ કરવી તથા જ્યારે બાળક શાળાએ આવે ત્યારે વાલીએ રૂબરૂમાં રજા રીપોર્ટ ભરી જવો.
- બાળક શાળાએ આવ્યા બાદ અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી શાળા સમય દરમ્યાન રજા લેવા આવવું નહિ. (લગ્ન પ્રસંગ જેવા સામાજિક કે ધાર્મિક પ્રસંગો માટે શાળા સમય દરમ્યાન રજા આપવામાં આવશે નહિ.)