World Aids Day
01 ડિસેમ્બર 1988ના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 2022ના ડેટા અનુસાર, વિશ્વભરમાં લગભગ 36 મિલિયન લોકો એચઆઈવી પોઝીટીવ છે. આનાથી બચવા અને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ રાખવી જરૂરી છે, વિશ્વ એઇડ્સની ઉજવણી આ હેતુથી કરવામાં આવી હતી. વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે. એઇડ્સ એક ખતરનાક રોગ છે, જેનો એકમાત્ર ઇલાજ નિવારણ છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તે રોગોથી પોતાને બચાવી શકતી નથી. તે HIV વાયરસના ચેપને કારણે થાય છે. આ રોગ સાથે સંકળાયેલા વર્જ્યને દૂર કરવા માટે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજરોજ તા.01/12/23 શુક્રવાર રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિધાભવનમાં WORLD AIDS DAY નિમિતે PPT PRESENTATION સ્પર્ધા યોજાઈ ગઈ હતી. શાળાનાં વિશાળ કોન્ફરન્સ હોલમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતની નામાંકિત નર્સિંગ સંસ્થા ટી.એન્ડ ટી.વી. નર્સિગ ઇન્સ્ટીટયુટનાં શિક્ષકો તથા તાલીમાર્થીઓ હાજર રહ્યાં હતાં. જેમણે HIV એઇડ્સ વિશેની જરૂરી માહિતી વિદ્યાર્થીઓને PPT પ્રેઝેન્ટેશન તથા નાટક ધ્વારા પુરું પાડી હતી. શાળાનાં ધો- 8 થી 12 નાં વિદ્યાર્થીઓએ HIV એઇડ્સ શું છે ? તે થવાના કારણો, તથા તેને અટકાવવાનાં ઉપાયો અંગેની માહિતી રજૂ કરતી PPT Presentation કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને મનમાં મુંઝવતા પ્રશ્નો પણ રજૂ કર્યા હતાં. નર્સિંગ સંસ્થાનાં શિક્ષિકા એક્તાબેને વિદ્યાર્થીનાં પ્રશ્નોની સચોટ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમને અંતે શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણીએ ટી. એન્ડ ટી.વી.નર્સિંગ ઇન્સ્ટીટયુટનાં શિક્ષક, તાલીમાર્થીઓને સ્મૃતિભેટ આપી કાર્યક્રમનું સંચાલન કરનાર શિક્ષિકાશ્રી સુમનબેન તથા શ્રી હેમંતભાઈ કાર્યક્રમનું મેનેજમેન્ટ કર્યું હતું. ટી.એન્ડ ટી.વી.નર્સિંગ ઇન્સ્ટીટયુટનાં શિક્ષકો અને તાલીમાર્થીઓનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો.