बिना ओजोन बढ़ेगी बीमारी| खतरे में होगी लाइफ हमारी|
ओजोन का होगा जितना नाश मनुष्य का होगा उतना विनाश|
2023 ઓઝોન થીમ:- Fixing the Ozone layer and reducing climate change
16 સપ્ટેમ્બર એટલે કે ઓઝોન દિવસ તો આ ઓઝોન શું છે? શા માટે મનાવવામાં આવે છે?
ઓઝોન સૂર્યમંડળમાં પૃથ્વીની આસપાસ આવેલું એક એવું લેયર છે જેને લીધે આપણે સૂર્યના પ્રચંડ કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણ UV થી સુરક્ષિત રહી શકે છે પરંતુ અત્યારના આધુનિક યુગમાં દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેને લીધે ઓઝોન લેયરમાં ગાબડા પડી રહ્યા છે.તેથી સૂર્યના યુવી કિરણો સીધે સીધા પૃથ્વી પર આવી રહ્યા છે. જે દરેક સજીવને નુકસાન કરે છે.
એન્ટાર્ટિકા ખંડમાં વૈજ્ઞાનિકો શોધખોળ માટે પ્રયોગશાળાઓ શરૂ કરે છે તેને લીધે વસંત ઋતુમાં આ પડ ખૂબ જ પાતળું થવાથી તે વધુ ઝડપી નુકસાન કરે છે.
ઓઝોન લેયરમાં ગાબડા પડવાનું મુખ્ય કારણ છે (CFC) ગેસ આ ગેસ રેફ્રિજરેટર ,એ.સી માં વપરાય છે. દિવસ અને દિવસે એસી અને રેફ્રિજરેટર નો વધુ ઉપયોગ થવાથી (CFC) ગેસ વાતાવરણમાં વધુને વધુ મુક્ત થાય છે જે ઓઝોન લેયર ને નુકસાન કરે છે આ ગેસ એ 30 વર્ષ પછી પણ ઓઝોનના અણુઓને તોડે છે.
ઓઝોન લેયરના નુકસાનની સૌપ્રથમ જાણકારી ઈ.સ.૧૯૧૩ માં ફ્રાન્સના ભૌતિક વિદો ફૈબરી ચાલ્સ અને હેનરી બ્રુસોન એ કરી હતી.
