ઓઝોન દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ 2023, દર વર્ષે 16 સપ્ટેમ્બરે લોકોને ઓઝોન સ્તરની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ઓઝોન સ્તર આપણી પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરે છે. 

પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વના દેશો દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.1994માં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 16 સપ્ટેમ્બરને ઓઝોન સ્તરની જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઘોષણા કરી હતી. જે બાદ 1987માં ઓઝોન સ્તરને અવક્ષય કરનારા પદાર્થો પરના મોન્ટ્રિયલ પ્રોટોકોલ (ઠરાવ) 49/114) પર હસ્તાક્ષર કર્યાની તારીખની યાદમાં 16 સપ્ટેમ્બરના રોજ ઓઝોન ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં માર્ગદર્શન નીચે આ સ્પર્ધા યોજાઈ હતી. બાળકોને માર્ગદર્શન આપવાનું કાર્ય શાળાનાં શિક્ષકશ્રી ગૌરવભાઈ લુખીએ કર્યું હતું. આજરોજ ગજેરા વિધાભવનમાં ઉપરોક્ત વિષયે અંતર્ગત  PPT Presentation સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમજ શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓએ આ PPT નિહાળી હતી. PPT તૈયાર કરનાર વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટથી અભિનંદન આપ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયકશ્રી ધનરાજભાઈ ગોહિલ દ્વારા પ્રથમ, દ્રિતીય નંબર જાહેરાત કરવામાં આવ્યા હતા.        

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *