ગજેરા વિદ્યાભવન કતારગામનાં ધોરણ-12 કોમર્સના 50 જેટલાં વિદ્યાર્થીઓ આજરોજ કતારગામ સ્થિત અખંડ આનંદ કો-ઓપરેટીવ બેંકની મુલાકાતે ગયા હતા. વિદ્યાર્થીઓને બેંક વિશેનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તથા તેના વ્યવહારુ જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં બેંકના મેનેજર દ્વારા બેંકમાં ચાલતી વિવિધ કામગીરી તથા ખાતું કેવી રીતે ખોલાવાય, NEFT, RTGS, લોન અંગે તથા રોજબરોજનાં થતાં વ્યવહારો વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. સાથે સાથે અન્ય વ્યક્તિઓ દ્વારા તથા બેંકના વ્યવહારોનું અવલોકન પણ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવ્યું હતું. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત જ્યારે પ્રેક્ટીકલ જ્ઞાન પર વધુ ભાર મૂકવાની હિમાયત કરી છે ત્યારે આજે ગજેરા વિદ્યાભવનનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.