
તા.22/01/24 સોમવારનાં રોજ ગજેરા વિદ્યાભવનમાં વિશાળ એસેમ્બલી હોલમાં ધોરણ 8,9,11 વિધાર્થીઓ અને વિધાર્થીની રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. જેમાં મહાઆરતીમાં પૂજાની થાળીમાં કંકુ,ચોખા,ફૂલ, મોતી,દીવડાથી,મીઠાઈ વગેરેથી શણગારવામાં આવી વિધાર્થીનીઓ પોતાના ઘરેથી પૂજાની થાળી તૈયાર કરીને લાવી હતી,હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા,વિધાર્થીઓ મંદિરના ચિત્રવાળી ધ્વજા ફરકાવામાં આવી હતી.રામ-લક્ષ્મણ-જાનકીની જય,જય મહાવીર ઘોષથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. અયોધ્યાથીરામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.તે સમગ્ર શાળાએ નિહાળ્યું આનંદની લાગણી અનુભવી આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીતેમજ સુપરવાઈઝર કિશોરભાઈ જસાણી માર્ગદર્શન નીચે કરવામાં આવેલ તેમાં શાળાનાં શિક્ષક ભાઈઓ-બહેનો એ પણ ભારેજેહેમત ઉઠાવી હતી.વિધાર્થીઓ રામભક્તિમાં તન્મય થઈ ઝૂમી ઊઠયા હતા.ત્યારબાદ શ્રીરામની પ્રેમરૂપી પ્રસાદ લઈકાર્યક્રમનું સમાપન કર્યું હતું.શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ સ્ટાફમિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી.