ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે NCC ની છોકરીઓને સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાન પદે વી.આર. ભક્ત શિક્ષણ મહાવિદ્યાલયનાં નિવૃત અધ્યાપક ડૉ. અશ્વિનીબેન કાપડિયા, ડૉ. દિલીપભાઈ તરસરીયા, એડવોકેટ હિતેશભાઈ બથવાર અને ડીજીવીસીએલનાં અધિકારીશ્રી કાળુભાઈ પરમાર હાજર રહી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યાં હતાં.
વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ થયા છે તે
વિદ્યાર્થીઓ ઉપરાંત ઝોનકક્ષાએ, જીલ્લાકક્ષાએ, રાજ્યકક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય
કક્ષાએ પ્રથમ, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે તેવા વિદ્યાર્થીઓને ટ્રોફી
તથા ગીફ્ટ આપીને કુલ 600 જેટલાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યાં હતાં તે
ઉપરાંત જે વિદ્યાર્થીઓએ NCC 6 ગર્લ્સ બટાલીયનમાંથી NCC નો કોર્ષ પૂર્ણ કર્યો છે તેવી
42 વિદ્યાર્થીઓને પણ સર્ટીફિકેટ આપી નવાજવામાં આવ્યાં હતાં. આમ, આ વાર્ષિક ઈનામ
વિતરણ કાર્યક્રમમાં સન્માનીત કરવામાં આવેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી
આચાર્યશ્રી ડૉ.ભાવેશ ઘેલાણી અને શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ ખૂબ ખૂબ
અભિનંદન પાઠવ્યાં હતાં.