આજરોજ ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે કતારગામ પોલીસ સ્ટેશન અને ગજેરા વિદ્યાભવનમાં ઉપક્રમે એક ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે સાઈબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કતારગામ પોલીસ સ્ટેશનમાંથી પધારેલ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ અને લોક રક્ષક લક્ષ્મીબેનનાં નેતૃત્વ હેઠળ સુરત શહેરનાં નામાંકીત નાટ્યકાર ધ્વારા ખૂબ જ સરસ નાટક રજૂ કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને સાઈબર ક્રાઈમથી અવેરનેસ કરવામાં આવ્યા હતાં. આ નાટક ખૂબ જ ઈફેક્ટીવ હતું કે તે જોઈને બાળકો મંત્રમુગ્ધ બની ગયા હતાં. આ કાર્યક્રમ ગુજરાત સરકારનાં ક્રાઈમબ્રાન્ચ અંતર્ગત સાઈબર ક્રાઈમ જયારે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે ગુજરતા સરકારે વિદ્યાર્થીને પણ જાગૃત કરવાનું બીડું ઝડપ્યું છે ત્યારે હવે પછી આવા ગુનાનું પ્રમાણ ઘટે અને લોક જાગૃતિ આવે જેથી લોકો જે ખોટી રીતે વાતમાં આવીને ખોટું પગલું ભરે છે તે ન ભરે તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં છે તે બદલ શાળા પરિવાર સાઈબર ક્રાઈમ બ્રાન્ચનો ખૂબ ખૂબ આભાર માને છે.