“गुरुब्रह्मा गुरुविष्णु: गुरुदेवो महेश्वर: !
गुरुसाक्षात परब्रहम तस्मै श्री गुरुवे नमः” !
ગુરૂને પરબ્રહ્મ માનવામાં આવ્યા છે. ગુરુ એ જ કહેવાય જે શિષ્યને અંધકારમાંથી બહાર કાઢે છે. ગુરૂપૂર્ણિમાનો દિવસએ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ હોવાથી આ દિવસ ને ‘વ્યાસપૂર્ણિમા’ અથવા ‘ગુરૂપૂર્ણિમા’ તરીકે ઉજવવામાં આવે છે
ભારતીય સંસ્કૃતિમાં ગુરૂને ભગવાન સમાન માનવામાં આવે છે પછી તે અધ્યાત્મિક ગુરૂ હોય કે શાળામાં ભણાવતા શિક્ષક હોય જેની પાસેથી તમે કંઈક શીખ્યું છે આ તહેવાર ધ્વારા આપણે ગુરૂના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરીએ છીએ અને તેમની શીખવાણીનું સન્માન કરીએ છીએ. ગુરૂપૂર્ણિમા આપણને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને ગુરૂ મહિમાને માનીને જીવનમાં સફળ થવાની દિશા આપે છે.
તા.10/07/25 ના રોજ અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોનું કંકુ-ચોખા અને ફૂલથી પૂજન કર્યું અને ગુરૂના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ ગુરૂપૂર્ણિમા વિશે નિબંધલેખનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સમગ્ર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

