દીકરી જીવનનો આધાર

દી  દિલ સાથે જોડાયેલો અતૂટ શ્વાસ

કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી

રી રિદ્ધિ અને સિદ્ધિ આપનાર અને પરિવારને ઉજળો કરતી એવી  માસુમ પરી

             આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે .સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા મેળવેલ દિવસ છોકરીઓના રોજિંદા જીવનમાં આવતી સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. દિવસનો હેતુ વિશ્વભરની છોકરીઓના પડકારો અને જરૂરિયાતો તરફ ધ્યાન દોરવાનો અને તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે,તેમજ જાગૃતિ લાવવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો, વિશ્વના તમામ દેશોમાં મહિલાને તેમનું સન્માન અને અધિકાર મળે તે માટે અનેક પ્રકારના કાર્યક્રમો દિવસે કરવામાં આવે છે.

                 International Girl Child Day નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં ધોરણ થી ની વિદ્યાર્થીનીઓને શાળામાં PPT દ્વારા Good touch  & Bad touch  નીખૂબ સરસ સમજૂતી આપવામાં આવી. જેથી વિદ્યાર્થીનીઓને  ખ્યાલ આવે કે સારો સ્પર્શ કોને કહેવાય અને અણગમતો એટલે કે ખરાબ સ્પર્શ કોને કહેવાય. ઉપરાંત Self Defense  એટલે કે સ્વરક્ષા કઈ રીતે કરી શકાય તેને લગતા  જુદા જુદા વિડિયો બતાવવામાં આવ્યા.કોઈ પણ જગ્યાએ કોઈ અજાણી  વ્યક્તિ આપણને હેરાન કરે કે પછી ગમે તે રીતે આપણને સ્પર્શ કરે તો આપણે પોતાનો સ્વ બચાવ કઈ રીતે કરી શકાય તેના વિશેનું પૂરતું માર્ગદર્શન વિડીયો દ્વારા આપવામાં આવ્યું હતું.

                   કાર્યક્રમ દ્વારા આપણી શાળાનો મુખ્ય હેતુ એટલો કે દીકરીઓ યોગ્ય માર્ગદર્શન અને કેળવણી પ્રાપ્ત કરે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બને.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *