વન્ય સૃષ્ટિના પ્રાણીઓ આપણા જીવન અને પર્યાવરણ સાથે આદિકાળથી જોડાયેલા છે. પ્રાણીઓ આપણા જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ કરે છે. મોટાભાગના પ્રાણીઓ ગતિશીલ હોય છે. તે આપણા પર્યાવરણ સંવર્ધક છે. દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે કે જીવન ટકાવવા માટે ખોરાક મેળવવા અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે.
આપણું જીવન ટકાવી રાખવા માટે જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. તે જ રીતે આપણું જીવન સરળ બનાવવા માટે પ્રાણીઓનું પણ મહત્વ છે. જેમ કે ગાય, ભેંસ, બકરી દૂધ આપે છે. ઘોડા અને હાથી સવારીના કામમાં આવે છે. પાલતુ પ્રાણીઓ જંગલી પ્રાણીઓ સાથે આપણે પ્રાચીન કાળથી જોડાયેલા છે. શ્વસન ક્રિયામાં પ્રાણીઓ ઓક્સિજન બહાર કાઢે છે. જે આપણા જીવન માટે રક્ષક સમાન છે. ઘણા બધા પશુ-પંખીઓ પૃથ્વીના સફાઈ કામદાર તરીકે તો કેટલાક એક જગ્યાએથી ખોરાક ખાઈને બીજે ત્યાગ કરતા ત્યાં નવી સૃષ્ટિ નિર્માણ કરવામાં મદદ કરે છે.
પ્રાણીઓની આ અસાધારણ દુનિયામાં દરેક જીવ પાસે પોતાનો પરિવાર છે. તેમનું જતન કરવું આપણી ફરજ છે. આજે વધતું જતું પ્રદૂષણ, જંગલોનો વિનાશ અને કુદરતી આફતોના કારણે કેટલાય પ્રાણીઓની જાતિ વિલુપ્ત થઈ ગઈ છે તો કેટલાક પ્રાણીઓ નાશ થવાના આરે છે.
“વન્યજીવોનું જતન કરવું એ આપણું કર્તવ્ય છે”
પશુઓ પ્રત્યેની ક્રુરતા અને પશુઓના અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદાઓ પ્રત્યે જાગૃતતા ફેલાવવાના ઉદેશથી દર વર્ષે ૪ ઓક્ટોબરના દિવસે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
બાળકો પ્રાણીઓનું કાર્ય અને તેનું મહત્વ સમજે તે હેતુથી આજરોજ આપણા બાલભવનમાં વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરી અને જુનિયર કેજીના બાળકો માટે વેશભૂષા સ્પર્ધા રાખવામાં આવી હતી અને બાલવાટિકાના બાળકો માટે માસ્ક મેકિંગ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેની થીમ પ્રાણીઓ પર આધારિત હતી. ધણા બાળકોએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us