ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. એના એક ભાગરૂપે તા.21-01-2024 ને ગુરૂવારના રોજ વર્લ્ડ ટેલીવિઝન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં P.P.T. સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ P.P.T. સ્પર્ધામાં 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર કિકાણી મંત્ર અને અને પરમાર અજય, દ્રિતીયક્રમમાં મારકણા ફેનિલ, નાકરાણી આયુષ, તૃતીયક્રમમાં મહેતા શ્રેયા, તોગડિયા નિષ્ઠા આવ્યાં હતાં. વિદ્યાર્થીઓએ ટેલીવિઝનના ઇતિહાસની માહિતી આપી હતી.
કન્વીનર શિક્ષકશ્રી નરેશભાઈ સુરતી અને જયેશભાઈ ડાભી અને નિર્ણાયક તરીકે શ્રી ધર્મેશભાઈ ચાહવાલા હતાં.