પ્રાચીન સમય માં શિક્ષક ને ‘ગુરુ’ કહેવા માં આવતું હતું.ગુરુ એક એવી વ્યક્તિ છે જે હજારો વિદ્યાર્થીઓના જીવન ને ઉજાગર કરે છે. શિક્ષક થી બુદ્ધિ અને જીવન નું ઘડતર થાય છે.બાળક નાં સર્વાંગી વિકાસ શિક્ષણ ના કારણો થાય છે.એક પાકી ઈમારત એના મજબૂત પાયા પર ટકી હોય છે.તેમ શિક્ષક જ એ વ્યક્તિ છે.જે વિદ્યાર્થી ના પાયા ને સુદ્રઢ કરી એના ભવિષ્ય માં સફળતા ની ઈમારત બનાવવા માં સહાય રૂપ બને છે.આમ,પ્રત્યેક વ્યક્તિ ના જીવન માં શિક્ષક નું અનેરૂ મહત્વ છે.
ભારત માં ગુરુ-શિષ્ય ની પરંપરા બહુ પુરાણી છે.એક વિદ્યાર્થી ન જીવન માં એના શિક્ષક નું મહત્વ એના ભવિષ્ય ન નિર્માતા તરીકે હોય છે.કહેવાય છે કે બાળક ના જીવન માં માતા પછી બીજા ક્રમે શિક્ષક નું સ્થાન હોય છે.એક શિક્ષક ક્યારેય નિવૃત થઇ શકતાં નથી શિક્ષણ માં આવતા પરિવર્તન ની સાથે એને બદલાવવું જ પડે છે.જેમ કુંભાર માટીને ચાકડા પર મૂકી ઘાટ ઘડે છે.તેમ શિક્ષક પણ બાળકો ને શિક્ષણ આપી તેના જીવન માં સંસ્કારો નું સિચન પણ કરે છે.
બાળક જયારે શાળા માં પ્રવેશ કરે છે ત્યારે એક શિક્ષકે જ સર્જનહાર અને પાલનહાર ની ભૂમિકા અદા કરવાની છે.એક શિક્ષક જયારે વિદ્યાર્થીના શિક્ષણની સાથે તેના સ્વાસ્થયની પણ દરકાર કરે છે. તેને પરિવાર ની જેમ સાચવે છે ત્યારે ગુરુ-શિષ્ય વચ્ચે નો સંબધ નવી આભા સાથે ખીલી ઉઠે છે. બાળક ના જન્મ પછી માનવીય અભિગમો નું નિર્માણ કરીને જીવનપથ પર દોડતું કરવાનું કામ શિક્ષક કરતો હોય છે. શિક્ષકોના આ ઉમદા કાર્ય ને આવકારવા માટે તેમજ એમના કાર્ય ને સમ્માનિત કરવા દર વર્ષે શિક્ષક દિન ઉજવાય છે.
શિક્ષક વિદ્વાન અને ભારત ના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મ જયંતિ એટલે ૫ મી સપ્ટેમ્બર. તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્ય બદલ તેમની જન્મ જયંતિને સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે.
બાળકો શિક્ષકો નું મહત્વ સમજે અને તેમને સમ્માન આપે એ માટે આજરોજ અમારા બલાભાવનમાં શિક્ષક ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમારી જ શાળાના ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીનીઓ શિક્ષિક બની ને શૈક્ષણિક કાર્ય સંભાળ્યું હતું અને અમારા નાના નાના બાળકો ને તેમની સાથે ખુબ જ મજા આવી હતી.
વિદ્યાર્થીની કારકિર્દી અને જીવન ને સાચો આપનાર ખરો કલાધર એટલે શિક્ષક .