શૈક્ષણિક ધ્યેયો
વિદ્યાર્થીમાં કેટલે અંશે સિદ્ધ થયા એ જાણવાની પદ્ધતિ સરની પ્રક્રિયા ને મૂલ્યાંકન
તરીકે ઓળખાવી શકાય છે અથવા વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને
ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને પણ મૂલ્યાંકન કહી શકાય.
શિક્ષણના ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે. કારણ કે માતા-પિતા અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે તે અમુક અમુક સમયે જાણવું ખૂબ જરૂરી છે. બાળકોની પ્રગતિ જાણવા માટે કસોટી એ જરૂરી પરિસ્થિતિઓની શૃંખલા પૂરી પાડે છે. મૂલ્યાંકન નિર્ણયાત્મક હોય છે પરીક્ષા વગરનું જીવન તો શક્ય જ નથી. જીવનની દરેક રાહ ઉપર તમારે કોઈને કોઈ પરીક્ષા નો સામનો તો કરવો જ પડે છે એટલે પરીક્ષા તો એક પ્રકારે તો જીવનની શાશ્વત જરૂરિયાત છે. પરીક્ષાઓ જ વિદ્યાર્થીને ભવિષ્ય સાથે લડવા સક્ષમતા આપે છે. પરીક્ષા દ્વારા જ બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાણી શકાય છે. પરીક્ષા વિદ્યાર્થીના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
મૂલ્યાંકન એ વિદ્યાર્થીની કેળવણી વિષય પ્રગતિના પુરાવા પ્રાપ્ત કરવાની તથા તેમનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. મૂલ્યાંકનને આધારે ઘણા મહત્વના નિર્ણયો લેવાય છે. જેવા કે વિદ્યાર્થીને માર્ગદર્શન આપવું, તેની કચાશ હોય તે દૂર કરવી, વાલીને પ્રગતિ પત્રક આપવું, સર્વગ્રાહી મૂલ્યાંકન એ શિક્ષણના બધા જ આયોમોને આવરી લે છે.
તેથી જ અમારા બાલભવનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના અંતે બાળકોનું વાર્ષિક મૂલ્યાંકન લેવામાં આવ્યું હતું. જેનું પરિણામ જાહેર કરવા માટે આજરોજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ વાલીશ્રીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.