સાઈબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ.

ગજેરા વિદ્યાભવન ખાતે તા.12/12/2024 ને ગુરૂવારના દિવસે શાળાનાં કોન્ફરન્સ હોલમાં સાઈબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન અંકીતભાઈ જેસર સાઈબર ક્રાઈમ એક્સપર્ટ સુરત અને કતારગામ પોલિસ સ્ટેશનની સી-ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ધો-11/12 નાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યાં હતાં. જેમાં વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, ગુગલ, ક્રોમ વગેરેમાં થતાં ફ્રોડ વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક માહિતી પ્રદાન કરી હતી તથા વિદ્યાર્થીઓનાં ડીઝીટલ ક્રાઈમને લગતાં મુજવતા પ્રશ્નોનું સમાધાન આપેલ હતું.

આ કાર્યક્રમને અંતે કોઈપણ વ્યક્તિ સાઈબર ક્રાઈમનો ભોગ બનનારને 1930 નંબર ડાયલ કરવા તથા તેમનાં વિભાગ ધ્વારા થતાં કાર્યોની ખૂબ જ ઝીણવટ પૂર્વક માહિતી આપવામાં આવેલી હતી.

આ કાર્યક્રમમાં આવેલ મુખ્ય મહેમાનશ્રી નું શાળાનાં આચાર્ય શ્રી ભાવેશભાઈ ઘેલાણી ધ્વારા સવિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *