ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. 5 મી જુલાઈ એટલે આપણા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનો જન્મદિવસ. આ દિવસને ગજેરા શાળા પરિવાર સ્ટુડન્ટ ડે તરીકે ઉજવે છે. ગજેરા પરિવાર બાળકોના ભવિષ્ય માટે સતત ચિંતિત રહે છે. ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીમાં ભવિષ્યમાં નેતૃત્વના ગુણ ખીલે એ માટે અત્યારથી જ તાલીમ આપવામાં આવે છે.
સ્ટુડન્ટ ડે અંતર્ગત ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે વિદ્યાર્થીઓમાં નેતૃત્વનો ગુણ વિકસે તે હેતુથી ગજેરા વિદ્યાભવન શાળામાં ઈન્વેસ્ટીયર સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.વિપુલભાઈ વસાણી જેઓ મેડીકલ સંસ્થામાં પોતાને સમર્પિત કર્યું છે. તેઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાયકોલોજીસ્ટ ડોક્ટર બીનાબેન ગજ્જર જેઓએ મેન્ટલ હેલ્થમાં જાગૃતિ ફેલાવવા માટે સારા Effort કર્યા હતા. તથા ડો.શ્વેતાબેન જેઓ ગાયનેકોલોજિસ્ટ છે. જે Women હેલ્થ માટે સારું કાર્ય કરે છે. તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. PSI વિપુલભાઈ ચૌધરી જે તેમની પ્રમાણિકતા માટે જાણીતા છે. તેમજ PC સોનલબેન શિવરામભાઈ જે “SHE TEAM” માં છે. તેમની ભૂમિકા અવણીઁય છે. તેમને બાળકોના રક્ષણ માટે આપેલા પોતાના સમર્પણ માટે બિરદાવ્યા હતા. તેઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એ ઉપરાંત શ્રી ફાલ્ગુન ગઢવી જે વિભાગીય ફાયર ઓફિસર છે. જેઓ આયતિ વ્યવસ્થાપનમાં તેમની સેવા ખુબ જ મહત્વની છે. તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રજાપતિ જુગલ જે નાણાકીય ક્ષેત્રે આગવીઅદા ધરાવે છે. તેઓ પણ કાર્યક્રમાં પધાર્યા હતા.
આ બધા મહેમાનોએ પોતાના કાર્ય ધ્વારા વિદ્યાર્થીઓમાં લીડરશીપનો ગુણ વિકસે તે હેતુથી પોતાનું યોગદાન અને ભૂમિકા વિષે સમજાવ્યું હતું. માનવંતા મહેમાનો ધ્વારા હેડ બોય અને હેડ ગર્લ તેમજ ચારે હાઉસના લીડર અને કમિટી મેમ્બર્સને સ્લેસ અને બેઝથી સન્માનવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રીઓ ધ્વારા ચુંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્યશ્રીઓ ધ્વારા ચુંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. શાળામાં થતી તમામ પ્રવૃતિઓ અને વ્યવસ્થાના ભાગરૂપે બાળકો પાસે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. વિદ્યાર્થીઓએ તેમજ શાળાના તમામ કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પુરતો સહયોગ આપ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

