હિન્દી દિવસની ઉજવણી                                                                                                             

હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બર ઉજવામાં આવે છે. હવે સવાલ એ થાય કે હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે  જ કેમ ઉજવામાં આવે છે તેની પાછળનું કારણ એ છે કે બંધારણ સભાએ 14 સપ્ટેમ્બરે 1949 નાં રોજ હિન્દીને ભારતની સતાવાર ભાષા તરીકે અપનાવી હતી અને ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બરે જ હિન્દી દિવસ ઉજવામાં આવે છે. હિન્દી વિષયને પ્રોત્સાહન આપવા માટે આ દિવસે ઘણાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. આજરોજ ગજેરા વિધાભવનમાં ઉપરોક્ત વિષયે અંતર્ગત નાટ્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી ભાષા પ્રત્યે રૂચી વધે શૈક્ષણિક ક્ષેત્રે નાટ્ય ધ્વારા ગદ્ય-પદ્ય નો ખ્યાલ મેળવે તથા સામાજિક કુરિવાજ, અંધશ્રધ્ધાથી દુર થાય તેવા હેતુથી હિન્દી દિને નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયકશ્રી યશ ઉપાધ્યાય તથા હરિકૃષ્ણ શર્મા દ્વારા પ્રથમ, દ્રિતિય, તૃતિય નંબર જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં માર્ગદર્શન નીચે આ સ્પર્ધા યોજાઈ હતી. બાળકોને માર્ગદર્શન આપવાનું કાર્ય શાળાનાં શિક્ષકશ્રી પરમાર ભરતભાઈ તથા ચૌધરી ઈપીનભાઈ એ કર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *