ક્રાંતિવીર (વેશભૂષા સ્પર્ધા)
મારી માટી મારો દેશ ” આવો શ્રદ્ધા સુમન કરીએ નસીબમાં એ મુકામ આવે છે ખુશ નસીબ હોય છે એ લોહી જે દેશના કામ આવે છે.” ભારતને 15 ઓગસ્ટ,1947ના રોજ બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મળી. તે સમગ્ર દેશ માટે ગૌરવ અને આનંદનો દિવસ હતો. આઝાદીનો આ પર્વ દર વર્ષે 15મી ઓગસ્ટે દેશભરમાં ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણે કેટલા સ્વતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેના અનુસંધાનમાં આપણી શાળામાં પણ આ મહાન પર્વની ઉજવણી થઈ રહી છે. તે નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં ધોરણ 1 થી 4 માં નાના ભૂલકાઓમાં દેશ પ્રેમની લાગણીના બીજ રોપાય તે માટે Freedom Fighters Speech નું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની લાગણી, ભાવના, ફરજો અને શહીદ વીરોના બલિદાનથી માહિતગાર કરવાનો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના પસંદગીના ક્રાંતિવીરોના પાત્રો […]
ક્રાંતિવીર (વેશભૂષા સ્પર્ધા) Read More »