ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે આજે 22 મી જુલાઈ એટલે ચંદ્રયાન-2 લોન્ચ ડે ની ઉજવણી ખૂબ જ અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં નિવૃત આચાર્ય અને મોટીવેટર શ્રી મનસુખ નારિયાએ બાળકોને ચંદ્રની સફર કરાવી હતી જેમાં બાળકોને ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનયુક્ત માહિતી પૂરી પાડી હતી. ચંદ્રયાન-2 થી 3 ની સફર તથા તેનાં હેતુઓ અને કઈ રીતે તે કામ કરે છે તે અંગેની જીણવટ પૂર્વકની માહિતી આપી હતી.
આ ચંદ્રયાનનીસફરની સાથે સાથે રાત-દિવસ માસ વર્ષનાં દિવસો, તીથી અને અન્ય ઉપયોગી ગણતરીઓ ખૂબ જ સરળ રીતે સમજાવી હતી વિજ્ઞાનને કેલેન્ડર સાથે સરખાવી કેવી રીતે તે ગણતરી થાય છે તે વિદ્યાર્થીને સમજાવી ખૂબ જ રમૂજ રીતે અને વિદ્યાર્થી એમત-ગમત જ્ઞાન કેવી રીતે મેળવી શકે અને જીવનલક્ષી અને વ્યવહારિક રીતે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે અંગેની ખૂબ જ અસરકારક માહિતી આપી હતી.
અધિક માસ સાથે પણ વિજ્ઞાનને સાંકળવામાં આવ્યું હતું જેમાં ચાર વર્ષે અધિક માસ કેવી રીતે આવે છે તે માટેનું વૈજ્ઞાનિક કારણ કયું છે. તેની સાથે-સાથે અધિક માસ અંગેની કેટલીક ધાર્મિક માન્યતાઓ અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી. જેથી આજે બાળકો વિજ્ઞાન સંબંધિ માહિતીઓમાં રસ લેતા થાય અને એક હકારાત્મક અભિગમ વિકસે તે હેતુથી આ સેમિનાર યોજાયો હતો.