ઋતુઓની ‘રાણી’ વર્ષાઋતુના આગમનથી આકાશમાં કાળા કાળા વાદરો છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડે છે. વર્ષાઋતુના આગમનથી પ્રકૃતિના તત્વો વાદળ, વૃક્ષ, જંગલ, આકાશ, ધરતી અને સાથે સાથે નાના ભૂલકાઓ પણ આનંદિત થઈ જાય છે.
પ્રકૃતિના તત્વોને સંબોધીને જે ગીતની રચના કરવામાં આવે તેને ‘વર્ષાગીત’ કહેવાય છે. પ્રકૃતિના રમણીય સૌંદર્યનું વર્ણન વર્ષા ગીત દ્વારા રજૂ થાય છે. રિમઝીમ વરસાદ વરસતો હોય ત્યારે કોને મન ભરીને ગાવાનું ન ગમે ? આવા વરસતા વરસાદને સંબોધીને કે પ્રકૃતિને સંબોધીને ગજેરા વિદ્યાભવનમાં ધોરણ : 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ‘ વર્ષાગીત ‘ સ્પર્ધાનું તા. 26/07/2023 ને બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના મધુર મીઠા અવાજથી વર્ષા ગીતની રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વર્ષા ગીત રજૂ કર્યા હતા.