આજરોજ તા.14/8/23 સોમવારનાં રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા
વિધાભવનમાં દેશ-ભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ ગઈ હતી. શાળાનાં વિશાળ કોન્ફરન્સ હોલમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-8,9 નાં 28 બાળકોએ ભાગ લીધેલ હતો. ભારતીય પરંપરાગત પોશાકમાં ગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં માર્ગદર્શન નીચે આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નિર્ણાયકશ્રી તરીકે શાળાના સંગીત શિક્ષક વત્સલસર તેમજ આસુતોષ સરએ ભૂમિકા ભજવી હતી. બાળકોને તૈયાર કરવામાં શાળાનાં શિક્ષકશ્રી નારાયણભાઈ ચૌધરી, રાઘવભાઈ બથવાર, કલ્પનાબેન બ્રહ્મભટે ભારે જહેમત ઉઠાવી હતી. ઈ.સ.1947માં 15મી ઓગસ્ટનો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. આ તે દિવસ છે જ્યારે ભારતને 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા નામી અને અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોએ આપણી વહાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સમગ્ર સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને શાળાના આચાર્યશ્રીએ વિદ્યાથીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.