ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સનાં વિદ્યાર્થીઓ દ્વારા 15 મી ઓગષ્ટ અને રક્ષાબંધનનો સમન્વય કરતી દેશભક્તિ અને બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અદા કરતી એક પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓએ કરી હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ કુલ 7310 લાગણીભર્યા પત્ર લખી સાથે-સાથે રાખડી કવરમાં પેક કરી દેશની રક્ષા કરતાં વીર જવાનો માટે ભારતની બોર્ડર પર મોકલવામાં આવી હતી. આ પ્રવૃતિમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહી પરંતુ વાલીઓ પણ જોડાયા હતાં. વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્નેના સાથ સહકારથી શાળા દ્વારા રાખડી એકત્રિત કરવામાં આવી હતી. શાળાની NCC ની વિદ્યાર્થીનીઓ દ્વારા NCC ઓફિસમાં ફરજ બજાવતાં જવાનોને NCC ઓફીસ પર જઈને રાખડી બાંધવામાં આવી હતી અને લાગણીભર્યો પત્ર પણ આપવામાં આવ્યો હતો. આ રખડી અને પત્રો NCC ઓફિસે મોકલવામાં આવી હતી જ્યાંથી NCC ના જવાનો દ્વારા 5000 જેટલી રાખડી અને પત્રો બોર્ડર પર વીર જવાનો સુધી પહોંચાડવાની બાંહેધરી આપી હતી. આમ, ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સની આટલી મોટી સંખ્યામાં રાખડીઓ અને પત્ર બોર્ડર પર મોકલવા બદલ શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
Post Views: 130