1969 માં, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી, કેન્દ્ર અને રાજ્ય સ્તરે સંસ્કૃત દિવસ ઉજવવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી. ત્યારથી શ્રાવણની પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારતમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે આ દિવસે પ્રાચીન ભારતમાં શિક્ષણ સત્ર શરૂ થતું હતું. આ દિવસે વેદ પાઠ શરૂ થતા હતા અને વિદ્યાર્થીઓ આ દિવસે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરતા હતા. પોષ માસની પૂર્ણિમાથી શ્રાવણ માસની પૂર્ણિમા સુધી અભ્યાસ બંધ રહેતો. પ્રાચીન કાળમાં શ્રાવણ પૂર્ણિમાથી પોષ પૂર્ણિમા સુધી અભ્યાસ ચાલતો હતો, હાલમાં પણ શ્રાવણ પૂર્ણિમાથી ગુરુકુલોમાં વેદાધ્યાનનો પ્રારંભ થાય છે. તેથી જ આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આજ રોજ ગજેરા વિદ્યાભવનમાં સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 8 અને 12 ના વિદ્યાર્થીઓ સંસ્કૃત શ્લોક મુખપાઠની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના કંઠે સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું. નિર્ણાયક તરીકે શ્રી જમનાદાસભાઈ ઠેસિયા તેમજ શ્રી દિવ્યાનંદ પંડયા સાહેબે ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર પણ આપવામાં આવેલ આ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીના માર્ગદર્શન તેમજ સુપરવાઈઝર શ્રીમતી ધારાબેન તળાવીયા અને શ્રી કિશોરભાઈ જસાણીનીદેખરેખ નીચે યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રીનાબેન વેજપરાએ કર્યું હતું.