હિદું ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે.ભાઈ-બહેનના પ્રેમના આ તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે.રક્ષાબંધન એક એવો તહેવાર છે તે દેશનાં તમામ રાજ્યોમાં ઉજવવામાં આવે છે.આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશની ઓળખ એકતામાં વિવિધતા છે.ભાઈની જમણી કલાઈ પર રક્ષા સૂત્ર બાંધીને દ્રષ્ટ અને અદ્રષ્ટ વિધ્નોથી ભાઈની રક્ષાની કામના કરે છે.ભારતમાં રક્ષાબંધનનો તહેવારતમામ રાજ્યોમાં પોતપોતાની પરંપરાઅને સંસ્કૃતિ અનુસાર ઉજવવામાં આવે છે.ગુજરાતમાં રક્ષાબંધનને બળેવ તેમજ નારિયેળી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે.
આજરોજ ગજેરા વિધાભવન શાળામાં ધોરણ 8 થી 12 નાં વિધાર્થીઓએ વચ્ચે રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં ૩૩ વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વકભાગ લીધો.જેમાં વિધાર્થીઓને પ્રથમ,દ્રિતીય અને તૃતિય નંબર આપવામાં આવ્યi હતાં.આ રાખડીઓનું વેચાણ બીજા દિવસે વાલી મીટીંગમાં વિધાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં માર્ગદર્શન નીચે આ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં નિર્ણાયકશ્રી તરીકે રાઠોડ દિનેશભાઈ અને બ્રહ્મભટ કલ્પનાબેનએ ભૂમિકા ભજવી હતી. બાળકોને તૈયાર કરવામાં શાળાનાં શિક્ષકશ્રી વરીયા એક્તાબેન ભૂમિકા ભજવી હતી.