ગણેશોત્સવ

“એકદંત તુજ નો અતિ ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ, હરણ કરી આજ્ઞાનું, કાપે ભવના પાશ,

નિરાકાર સાકાર તું, નિર્ગુણ સગુણ-ગુણેશ, નિરાધા આધાર તું સર્વાધાર ગણેશ”

તહેવારો એ ભારતીય સંસ્કૃતિનું આભૂષણ છે. જે આપણે સંસ્કૃતિનું જીવંત રાખે છે. કાકા સાહેબ કાલેલકરે તો કહ્યું છે કે, “તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણી સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકે છે.”

ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર શ્રી ગણેશજીના જન્મદિવસ તરીકે ભાદરવા સુદ ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી ને ‘વિનાયક ચતુર્થી’ પણ કહેવામાં આવે છે. ગણપતિ બાપ્પા બાળકોના ખૂબ જ પ્રિય છે. તેથી ગણેશજીના આગમનથી બાળકો આનંદમાં આવી જાય છે. પ્રથમ પૂજ્ય અને વિઘ્નહર્તા ગણપતિનું ચતુર્થીના દિવસથી લઈને અનંત ચૌદશ એમ દસ દિવસ સુધી સ્થાપન, પૂજન કરવામાં આવે છે. ગણેશજી તેમની સાથે સુખ, શાંતિ, ખુશી અને સમૃદ્ધિ લઈને આવે છે.

ગણેશજીનું પૂજન મરાઠા શાસનકાળથી થાય છે. સૌપ્રથમ આ તહેવાર ૧૯૮૯ માં પુણે માં ઉજવાયો હતો. આ તહેવારની શરૂઆત સાર્વજનિક રૂપથી થઈ અને દરેક ધર્મના લોકો તેમાં હાજરી આપી શકે અને તેમનામાં દેશ પ્રેમ વધે એ માટે કરવામાં આવી હતી.

ગણેશજીનું સ્વરૂપ માનવીને ઘણું બધું શીખવે છે. તેમનું મુખ આપણને ઉચ્ચ વિચાર અને ‘લાભ’ની પ્રેરણા આપે છે. મોટા કાન નવી વાતો જાણતા રહેવાની પ્રેરણા આપે છે. નાની આંખો પોતાના લક્ષ્યને વળગી રહેવાની પ્રેરણા આપે છે. ગણેશજીને અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિઘ્નહર્તા, ભાલચંદ્ર, ગજકર્ણ, લંબોદર, ગજાનન અને દરેક નામનો મહિમા નિરાળો છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત મહાકાવ્ય ‘મહાભારત’નું લેખન પણ ગણેશજીએ કર્યુ હતું.

બાળકો ધાર્મિક તહેવારોનું મહત્વ સમજે અને પૌરાણિક કથાઓથી પરિચિત થાય તેમજ પર્યાવરણને પણ નુકશાન ન પહોંચાડે એ માટે અમારા બાલભવનમાં ઈકો ફ્રેન્ડલી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ-નગારા સાથે શ્રી ગણેશજીનું સ્વાગત કરી સ્થાપન કરવામાં આવી. શ્રી ગણેશજીના ‘શિરવેરછદ’ ની સમજ બાળકોને શિક્ષકોએ નાટ્યકૃતિ દ્વારા આપી, ડાન્સ કર્યો અને ઈકો ફ્રેન્ડલી રીતે ગણપતિ બાપા નું વિસર્જન કર્યુ. ગણપતિ બાપા મોરિયા ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *