આજે આખા દેશમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવી
રહ્યો છે. આ અવસર પર દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે 23 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે? હકીકતમાં ભારતના 5 માં વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય ખેડૂતોની સ્થતિમાં સુધારો લાવવાનો શ્રેય ચૌધરી
ચરણસિંહને આપવામાં આવ્યો છે. તેઓ પોતે ખેડૂત પરિવારમાંથી હોવાના કારણે તેઓ ખેડૂતોની સમસ્યાઓ અને પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હતા જેના કારણે
તેમણે ખેડૂતો માટે અનેક સુધારાના કામો કર્યા છે. તે નિમિતે શાળામાં એક PPT COMPETITION સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ધો:- 8,9,10,11,12 ના 15 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ કાનાણી મન, કથીરિયા
પલ, દ્રિતીય ટાંક વૈદેહી, તૃતિય માવાણી ધ્રુવિન, ગોરસિયા દિશાને આપવામાં આવેલ હતો. જેમાં નિર્ણાયકશ્રી તરીકે શાળાના કમ્પ્યુટર શિક્ષક ધર્મેશભાઈ ચાહવાલાએ ભૂમિકા ભજવી હતી. બાળકોને તૈયાર કરવામાં શાળાનાં શિક્ષકશ્રી સોજીત્રા કનુભાઈ તેમજ ડાભી જયેશભાઈભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા
વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને શાળાના આચાર્યશ્રીએ
વિદ્યાથીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
Post Views: 29