રંગીલી નાતાલ

ભારત એક સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ભૂમિ છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેની ધરતીમાં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે. દેશમાં ઉજવાતા વિવિધ તહેવારો તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું સાચું અભિવ્યક્તિ છે અને દરેક તહેવાર પોતાનું આગવું અને વિશેષ મહત્વ ધરાવે છે. તેમાં પણ પ્રેમ, દયા, મિત્રતા અને સમર્પણની તહેવાર એટલે નાતાલ. નાતાલ એ ખ્રિસ્તી લોકોનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. નાતાલ એ તારણહાર પ્રભુ ઈસુના જન્મ દ્વારા માનવજાતને પ્રાપ્ત થતી અનંત જીવનની ભેટનો અવસર છે. 

ખ્રિસ્તી લોકો માટે આ દિવસનું મહત્વ ખૂબ જ વિશેષ છે. એવું માનવામાં આવે છે કે ભગવાને પોતાના પુત્રને આ પૃથ્વી પર મોકલ્યા હતા. તેમને પોતાનું બલિદાન આપીને માનવ જાતનું રક્ષણ કર્યુ માટે જ જીસસનું કૃસિફિકેશન ત્યાગનું નિશાન માનવામાં આવે છે આ તહેવાર ૧૨ દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ક્રિસમસની પૂર્વ સંધ્યાએ શરૂ થાય છે.

ભગવાન ઈસુનો જન્મ મધ્યરાત્રીએ એક તબેલા (ગભાણ) માં થયો હતો. ઈસુએ તેમના જીવનભર માનવ કલ્યાણ ની દિશા માં કામ કરવાનું ચાલુ રાખ્યું એટલું જ નહીં જ્યારે તેમને સ્તંભ પર જડવામાં આવ્યા હતા. ત્યારે પણ તેમને લોકોને ક્ષમા કરવાની પ્રેરણા આપી હતી. આ દિવસે લોકોમાં ચર્ચમાં મીડનાઈટ માસમાં ભાગ લે છે ત્યારબાદ ક્રિસમસ હોય છે અને કેરોલ્સ પણ ગાવામાં આવે છે. નાતાલના સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોને શુશોભન કરે છે અને એકબીજાને ભેટ આપે છે. તેઓ ક્રિસ્મસ ટ્રી એટલે કે (દેવદારનું વૃક્ષ) શણગારી નાતાલની ઉજવણી કરે છે. મહાન ધર્માધ્યક્ષ સંત નિકોલ્સ જે નાના બાળકોને ખૂબ જ પ્યાર કરતા તેમને ભેટ સોગાંદો આપતા તેમના પ્રતીક્ષમાં સાંતાક્લોઝ આધુનિક ઉજવણીનો મહત્વનો ભાગ છે. 

બાળકો દરેક ધર્મ પ્રત્યે સન્માન કરતાં શીખે એ હેતુથી અમારા બાલભવનમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા જ ઈસુના જન્મની નાટ્યત્મક રીતે સમજુતી અપાય તેમજ બાળકોએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો હતો. બાળકોએ ક્રિસમસના તહેવારોને લગતા અવનવા પ્રોજેક્ટ બનાવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *