“નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત”

નવા વર્ષના આપ સહુને વંદન… ડગલે ને પગલે મળે ખુશીઓના સ્પંદન..

નવા વર્ષમાં સર્વે સુખી બની રહો, સર્વે સ્વસ્થ બની રહો, સૌને શુભદ્રષ્ટિ મળે, કોઈને દુઃખ ન મળે તેવી ઉમદા ભાવના સાથે નવા વર્ષના હરખ ભેર વધામણા કરીએ. નવા અરમાનો અને આશાઓ સાથે નવા વર્ષનો સૂર્ય ઉગશે.

ખાટા-મીઠા સંભારણા સાથે વર્ષે કયા પત્યું એની ખબર જ ના પડી. હર્ષ અને ઉલ્લાસ સાથે સંઘર્ષ પણ આવ્યો. સુખના સથવારે દુ:ખે કરેલું ડોકિયું પણ જોયું. ૨૦૨૩ માં ભારત દેશે મિશન ચંદ્રયાન હેઠળ ચંદ્રની ધરતી ઉપર સફળતા પૂર્વક લેન્ડિંગ કર્યું. રમત ગમત ક્ષેત્રે ભારતે અનેક ઉપલબ્ધિઓ હાસિલ કરી.

૨૦૨૩ નું વર્ષ અનેક સારીનરસી ઘટનાઓ સાથે પૂર્ણ થયું. આમ છતાં ફરી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે આપણે ૨૦૨૪ ના વર્ષના સ્વાગત માટે તૈયાર છીએ. હિન્દુ ધર્મ અનુસાર દિવાળી પછી કારતક સુદ એકમથી નવા વર્ષનો પ્રારંભ થાય છે. મુસ્લિમ ધર્મ અનુસાર મોહરમ માસથી નવા વર્ષનું પ્રારંભ થાય છે. પરંતુ મોટાભાગના દેશો ૧ લી જાન્યુઆરીને નવા વર્ષ તરીકે મનાવે છે.

નવા વર્ષનો દિવસ એ સંકલ્પનો દિવસ પણ કહેવાય છે. નવા વર્ષના દિવસથી મોટાભાગના લોકો કંઈક ને કંઈક સંકલ્પ કરતા હોય છે. આ સંકલ્પ કોઈને નવી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો હોઈ શકે.

નવા વર્ષના નવા સંકલ્પો સાથે અમારા બાલભવનના નવાવર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને નવા વર્ષની સમજ આપી. નવા વર્ષના જીવનમાં અમલ કરવા જેવા મૂલ્યોની નાટ્યકૃતિ દ્વારા સમજ આપી અને બાળકોએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો. આ નવું વર્ષ આપ સૌ માટે ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવી એવી શુભેચ્છાઓ…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *