કહેવાય છે કે “ઈશ્વર
તો સુખ અને દુઃખ બંને આપે છે જ્યારે માતા-પિતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખ
જ આપે છે.”
૧૪ મી ફેબ્રુઆરીએટલે પ્રેમ અભિવ્યક્ત કરવાનો દિવસ. પશ્ચિમી દેશોમાં સંત વેલેન્ટાઈનની યાદમાંઉજવવામાં આવતો આ દિવસ દેશની ભાવિ પેઢી ગણાતા યુવાધન રંગે ચંગે ઉજવે છે અને ભારતની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે.
બાળકના જીવનમાં નાનપણથી સંસ્કારનું સિંચન કરતાં માળી એટલે ‘માતા-પિતા’. માતૃ પિતૃ વંદના એ ભારતની સંસ્કૃતિ રહી છે એવું કહેવાય છે કે ઈશ્વર દરેક જગ્યાએ દરેક સમયે આપણા લાલન, પાલન કે રક્ષા માટે હાજર રહી શકતા નથી તેથી તેમણે માતા-પિતાનું સર્જન કર્યુ. ભારતીય સંસ્કૃતિએ ચાર સૂત્રો આપ્યા છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ એનો અર્થ એમ થાય છે કે જનની અને જનક નું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. ભગવાન ગણેશજીએ પણ માતા-પિતાની પ્રદક્ષિણા કરી તેમના ચરણોમાં વંદન કરી માતા-પિતાનું મહત્વ સમજાવ્યું હતું એવું કહેવાય છે કે
“ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં”
વર્તમાન સમયમાં યુવાધન દેશની ભવ્ય સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિના અનુસંધાનથી પ્રભાવિત થઈ રહ્યું છે. સંયુક્ત પરિવારનું વિભાજન થઈ રહ્યું છે. બાળકોને મન માતા-પિતાના મૂલ્યો આદરભાવ ઘટતાજાય છે. ત્યારે બાળકો નાનપણથી જ માતા-પિતા નું મહત્વ સમજે અને તેમનામાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુથી આજરોજ અમારી શાળામાં ‘માતૃ-પિતૃ વંદના દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ માતા-પિતાનું કુમકુમ તિલક, ચોખા અને ફુલહારથી પૂજન કર્યુ હતું અને તેમને સન્માનિત કર્યા હતા.
માતા-પિતાની સેવા ઈશ્વરની સેવા સમાન છે.
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us