વિજ્ઞાન દિવસ

આધુનિક યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વર્તમાન યુગમાં અનેક વૈજ્ઞાનિક શોધો થઈ છે. તેણે આપનું જીવન સરળ અને આરામદાયક બનાવ્યું છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે જ્યાં જોઈએ ત્યાં વિજ્ઞાનની અજાયબીઓ જોવા મળે છે. વીજળી, કોમ્પ્યુટર, બસ, ટ્રેન, ટેલીફોન, મોબાઈલ આ બધું વિજ્ઞાનની ભેટ છે. તબીબી વિજ્ઞાને આપણને કોઈ પણ પ્રકારના રોગ સામે લડવા માટે સક્ષમ બનાવ્યા છે. ટેકનોલોજીના વિકાસને કારણે આજે માનવી અવકાશમાં મુસાફરી કરી શકે છે. હાલમાં જ ઈસરો દ્વારા મોકલાવેલા ચંદ્રયાને ચંદ્રની ધરતી ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ અને સમગ્ર વિશ્વમાં ભારતના વૈજ્ઞાનિકોનો ડંકો વગાડી દીધો છે. આજે આપણો ભારત દેશ વિશ્વમાં ત્રીજી સૌથી મોટી વૈજ્ઞાનિક માનવશક્તિ ધરાવે છે. 

આપણે જાણીએ છીએ એમ અગ્નિ અને ચક્રની શોધથી આદિમાનવના જીવનમાં અમૂલ્ય પરિવર્તન આવ્યું હતું. જેથી આ બંને શોધને પાયાની શોધ માનવામાં આવે છે. વિજ્ઞાનના તત્વો, સિદ્ધાંતો અને તર્કો દ્વારા આપણી કલ્પનાઓને પાંખો આપવાનો શ્રેય આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોને ફાળે જાય છે, તેમના જ એક મહાન વૈજ્ઞાનિક એટલે ડૉ. સી. વી. રામન ૨૧ મી ફેબ્રુઆરીના રોજ તેમણે “રમન પ્રભાવ (કિરણો)” ની શોધ કરી હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીને “વિજ્ઞાન દિવસ” ના રૂપમાં મનાવવામાં આવે છે. 

બાળકો પણ વિજ્ઞાનનું મહત્વ સમજે અને વિજ્ઞાન ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી દેશની પ્રગતિ માટે પ્રેરણા રૂપ એવા ભારતના મહાન વૈજ્ઞાનિકોને ઓળખી શકે એ માટે અમારા બાલભવનમાં ‘વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને વિજ્ઞાન દિવસની સમજ આપી અને બાળકોએ શિક્ષકોની મદદથી ખૂબ જ સુંદર પ્રયોગોની મજા માણી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *