“મુશ્કિલ નહી હૈ કુછ દુનિયામે, તુ જરા હિંમત તો કર,
ખ્વાબ બદલેંગે હકીકત મે, તું જરા કોશિશ તો કર”
બાળક એ કુદરતે મનુષ્યને આપેલ એક અનમોલ ભેટ છે. આ વિશ્વમાં જન્મતું પ્રત્યેક બાળક અનંત ક્ષમતાઓના બીજ લઈને જ જન્મે છે. બાળકમાં રહેલી અસીમતા, વિશેષતા ને અનન્યતા જેમ જેમ છતી થાય તેમ તેમ તેના વિકાસની પ્રક્રિયા સહજ બનતી જાય છે.
“મંજિલે ઉનકો મિલતી હૈ, જિન કે સપનો મે જાન હોતી હૈ,
સિર્ફ પંખો સે કુછ નહી હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ”
બાળકોમાં રહેલી ક્ષમતાઓને ઓળખી જો એને યોગ્ય રીતે માર્ગદર્શન અને દિશા આપવામાં આવે તો બાળક સફળતાના ઉચ્ચતમ શિખર સુધી પહોંચી શકે છે.
“સાચી કેળવણી તો બાળકમા અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે.”
બાળકના સર્વાગી વિકાસ માટે તેમનામાં રહેલી કલાઓને પારખીને તેને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેનું યોગ્ય માધ્યમ છે ‘સ્પર્ધા’.
સ્પર્ધા દ્વારા બાળકના સહાનુભૂતિ, ગૌરવ અને સખત મહેનત જેવા ગુણો કેળવાય છે. તેથી બાળકના આત્મસન્માનને ધ્યાનમાં લઈને બાળકને વિશ્વાસ સાથે મંચસ્થ કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ.
“મુઠ્ઠી મે કુછ સપને લેકર, દિલમે હૈ અરમાન યહી,
ભરકર જેબો મેં આશાએ, કુછ કર જાએ… કુછ કર જાએ..”
બાળકોની પ્રતિભાની ખીલવણી થાય અને બાળકોમાં પાયાના કૌશલ્યોનો વિકાસ થાય એ હેતુથી અમારા બાલભવનમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેમાં ભાગ લઈ વિજેતા થયેલા બાળકોને સન્માનિત કરવા માટે અમારા બાલભવન ‘ઈનામ વિતરણ સમારોહ’ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતીના ચરણોમાં દિપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. અતિથિ વિશેષ શ્રી વિજયભાઈ રાદડિયા અને શ્રી હરપાલસિંહ મોરી એ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. અમારા આચાર્યશ્રી સુનિતા હિરપરાએ પણ પોતાના આશિષવચનોથી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા બાળકો સાથે વાલીશ્રી અને શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
“જીવન કી અસલી ઉડાન અભી બાકી હૈ,
મેરે ઈરાદો કા ઈમ્તિહાન અભી બાકી હૈ,
અભી તો માપી હૈ મુઠ્ઠી ભર જમી હમને,
અભી તો સારા આસમાં બાકી હૈ”
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us