વિઘ્નહર્તાના વધામણાં

દેવોના દેવ મહાદેવના એ બાળ છે,

ઉમિયાજી માતા, રિદ્ધિસિદ્ધિ જેમની નાર છે,

 

ગણપતિ એનું નામ છે, એવા ગજાનંદને મારા નમન છે.”

જીવન એક ઉત્સવ છે મહાકાય કાલિદાસ કહે છે “ઉત્સવપ્રિય માનવા” સ્વભાવથી જ માણસ ઉત્સવપ્રિય છે. ભારત અને ઉત્સવનો ગાઢ નાતો છે. કોઈપણ તહેવાર પાછળ તેનું આગવું મહત્વ રહેલું હોય છે. ગણેશ ચતુર્થીએ રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર વિઘ્નહર્તા, મંગલ કર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજીના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના તહેવારની પર્વત મરાઠા શાસનકાળ દરમિયાન થઇ હતી. સૌ આ તહેવારને સાર્વજનિક રૂપે ઉજવવાની શરૂઆત ૧૯૮૯ માં પુણે માં થઈ હતી. બાળ ગંગાધર તિલકે લોકોમાં એકતા જળવાય અને ભારતીય સંસ્કૃતિની સાથે દેશપ્રેમને જાગૃત થાય તે માટે આ તહેવાર ભારતમાં નવા રૂપથી ઉજવાતા શીખવ્યું.

ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણેશના જન્મની કથા માં આ માન્યતા મૂકે છે. દેવી પાર્વતીએ શંકરના કથન અનુસાર ચંદનના ઉબટન માંથી ગણેશજી ની રચના કરે. શંકરજી આ વાતથી અજાણ હોય છે અને ગુસ્સા તેઓ ગણેશ સાથે યુદ્ધ કરે છે. અને તેમનું માથું કાપી નાખે છે. દેવી પાર્વતી કોપાયમાન થાય છે. ત્યારે તેમને શાંત કરવા હાથીનું મસ્તક ગણેશજી ના શરીર પર મૂકયું અને ગણેશજી ફરીથી જીવંત થાય છે. ગણેશજી વિઘ્નોને દૂર કરનારા છે. તેઓ તમામ ગણોના અધિપતિ હોવાથી તેમને ગણપતિ નામથી પણ ઓળખાય છે. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાકાવ્ય “મહાભારત” નો લેખનકાર્ય પણ ગણેશજીએ જ કર્યુ છે. ગણેશજી અનેક નામે ઓળખાય છે જેમકે ગર્જકર્ણ, લંબોદર, વિઘ્નહર્તા, વિનાયક ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન ગણેશજી ના અંગો માનવીને જીવન જીવવાના માર્ગ બતાવે છે. તેમનો મસ્તક ઉચ્ચ વિચાર અને જ્ઞાન મેળવવાનું શીખવે છે. નાની આંખો લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. સુપડા જેવા કાન સૂચવે છે સારી સારી વાતો જ ગ્રહણ કરવી જોઈએ. તેમનું વાહન ઉંદર એ ઇચ્છાઓ નું પ્રતિક છે. અને તેથી દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. વિઘ્નહર્તા ગણપતિજીનું ચતુર્થીના દિવસથી લઈને અનંત ચતુર્થી એમ દસ દિવસ સુધી સ્થાપન-પૂજન કરવામાં આવે છે.

બાળકો ધાર્મિક તહેવારો થી પરિચિત થાય તેમજ તેમનામાં સંસ્કૃતિ અને પરંપરા કેળવી શકાય તે માટે અમારા બાલભવનમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક્ટિવિટીના ભાગરૂપે બાળકોએ ગણપતિદાદા ના ચિત્રમાં રંગપૂર્યો અને વિવિધ વસ્તુઓથી તેનું ડેકોરેશન કર્યુ. એસેમ્બલી દ્વારા બાળકોને ગણેશજીના જીવન વિશે સમજૂતી આપી. વાજતે ગાજતે ગણેશજીની પધરામણી કરી. બાળકોએ ગણપતિ બાપ્પા ને હાથી નું મોઢું કઈ રીતે લાગ્યું તે અંગે ખૂબ જ સુંદર નાત્ય કૃતિ રજૂ કરી. “ગણપતિ બાપ્પા મોરિયા” ના નાદ થી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *