ગજેરા વિદ્યાભવન ખાતે તા.30-11-2024 નાં રોજ “વર્લ્ડ એઈડ્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ-10 નાં કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તેમણે એઈડ્સ રોગનો પરિચય, ઉદ્ભવ, થવાના કારણો તથા તેને અટકાવવાનાં ઉપાયો વગેરે જેવા વિષયોનું સ્માર્ટ પેનલ ધ્વારા વિડીયો-ફોટોગ્રાફ ધ્વારા પ્રેઝન્ટેશન આપ્યું હતું. શ્રોતા વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો અને મુંઝવતાં પ્રશ્નો પૂછી સચોટ માહિતી મેળવી હતી. કાર્યક્રમને અંતે શાળાનાં આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને ટુકું વક્તવ્ય આપી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી શિક્ષકો, વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
Post Views: 18