આજરોજ 15/01/2023 સોમવાર નાં કતારગામ ખાતે આવેલ ગજેરા વિધાભવનમાં. નેશનલ આર્મી ડે ઉજવવામાં આવેલ તેમાં ધો:- 8 અને 9નાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ કરિઅપ્પાએ 15 જાન્યુઆરી 1949 નાં રોજ ભારતનાં છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઈન ચીફ જનરલ ફાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાનાં પ્રથમ કમાન્ડર ઈન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળી નાં માનમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.સેના દિવસે બહાદુર સૈનિકો જેમણે દેશ અને તેનાં નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સલામ કરવાનો દિવસ છે.આ દિવસે વિદ્યાર્થીઓએ પોતાનું વક્તવ્ય આપ્યું.શાળાના શિક્ષકશ્રી ભરતભાઈ પરમારે પણ આ દિવસ નિમિતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીનીઆગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં માર્ગદર્શન નીચે તેમજ એ બાળકોને તૈયાર કરવામાં શાળાનાંશિક્ષક ઇપીનભાઈ ચૌધરી તથા કિરણબેન સડસણીયા તથા કિંજલબેન મોદી ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને શાળાના આચાર્યશ્રીએ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
Post Views: 325