જય જવાન જય કિસાન
“વધુ મથે માનવી, ત્યારે વીઘો માંડ પવાય,રઘુવીર રીઝે રાજડા, ત્યારે નવખંડ લીલો થાય.” પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો રહી છે. અન્ન,વસ્ત્ર અને આવાસ જઠરાગ્રી શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. આદિમાનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યે પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું […]