DIWALI CELEBRATION

અંધારાની આંખમાં અજવાળાને આંજીએ.

                  હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતા દિવાળીમાં કહેવાય છે કે, અંધકાર રૂપી દુર્ગુણો પ્રકાશરૂપી સદગુણોનો વિજય થાય છે. દિવાળી શબ્દ મુખ્ય સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં ‘દીપ’ એટલે ‘દીવડો’ અને ‘આવલી’ એટલે હારમાળા. જેને દીવાની હારમાળા કહેવાય છે જેને ગુજરાત સહિત ઉત્તર ભારતમાં દીપાવલી નામે ઓળખવામાં આવે છે.
” માણસ જ્યારે માણસને ઉમંગથી મળે તે પણ જ દિવાળી. “
ભારત અને નેપાળના ઘણાં વિસ્તારોમાં હિન્દુ માન્યતા મુજબ ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ કરી ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા હતાં. અયોધ્યામાં પરત ફરતા પહેલાં તેમણે રાવણ પર વિજય મેળવ્યો હતો. ત્યારે અયોધ્યાના નગરજનોએ આખી અયોધ્યાને દીવડાથી સજાવીને ભગવાન રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણી કરી હતી. દિવાળીના દિવસે લોકો નવાં-નવાં વસ્ત્રો ધારણ કરે છે અને એકબીજાને મીઠાઈ ખવડાવે છે. જ્યારે વેપારીઓ દિવાળીના દિવસે તેમના નાણાંકીય વર્ષનો પ્રારંભ કરે છે.

બાળકો અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તેનાથી બાળકોનું સર્વાંગી વિકાસ થાય છે. તે હેતુથી ગજેરા વિદ્યાભવનમાં દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલું હતું. ધોરણ: ૧ થી ૩ ના વિદ્યાર્થીઓએ કાર્ડ બનાવવા. ધોરણ :૪ અને ૫ માં વિદ્યાર્થીઓ માટે હેંગિંગ ફાનસની સ્પર્ધા અને ધોરણ: ૬ અને ૭ ના વિદ્યાર્થીઓ માટે રંગોળીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા જ વિદ્યાર્થીઓએ દિવાળી સેલિબ્રેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ઝરહળતી હતી રોશનીથી
પ્રકાશિત દિવાળી આંગણે આવી
ધન-ધાન્ય સુખ સમૃદ્ધિ અને
ભગવાનના આશીર્વાદ સાથે આવી આ દિવાળી…….

દિવાળીના દિવસો એટલે પરિવાર સાથે મળી ભરપૂર આનંદ ઉલ્લાસ કરવાના દિવસો. નાના બાળકોથી શરૂ કરીને ઘરના મોભી સુધી આ દિવસો બહુ મસ્તીથી ઊજવતા હોય છે. દિવાળી પાંચ દિવસનો તહેવાર છે. વિક્રમ સંવત મુજબ બેસતુ વર્ષ “સબરસ ” સાથેની નવી નકકોર સવાર શરૂ થાય છે. આળસ જાય અને લક્ષ્મીજી આવે તે પરંપરા આજે પણ ગામડાઓ સાચવીને બેઠાં છે.

રંગોળી નો રંગ જામ્યો
પ્રકાશનો તહેવાર આવ્યો
મારા અને મારા ગજેરા પરિવાર તરફથી
તમને બધાને હેપ્પી દિવાળી કહેવા આવ્યો.

તો આવો આપણે પણ દિવાળીના પાવન પર્વ પર બધા જ સગા -સંબંધીઓને, બધા જ મિત્રોને શુભકામનાઓ પાઠવીએ.

દિવાળીના આ પાવન પર્વપર જીવનની પાવન શરૂઆત તેવી બધા પરિવારને
શુભકામના…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *