અમે કરીએ નવું સર્જન
શિક્ષણ પ્રણાલી
ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે વાલી, વિદ્યાર્થી અને
શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે.
શાળાએ બાળકને આપવામાં આવતા જ્ઞાનનો મૂળભૂત પાયો છે. જેના થકી જીવનનું ભાથું, શિસ્ત વ્યવસ્થા જેવા ઘણા જીવન મૂલ્યોનું શિક્ષણ બાળકને મળે છે. આમ અણગઢ પથ્થરમાંથી માનવને શ્રેષ્ઠમ ચારિત્ર મૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે. અજ્ઞાન રુપી અંધકારમાંથી બાળકને જ્ઞાનના પ્રકાર તરફથી શાળા એટલે ગજેરા વિદ્યાભવન ગજેરા બાળભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યરત છે.
સુનીતા મેકરસ્પેસના સહયોગથી ગજેરા ટ્રસ્ટ દર વર્ષે જુદી જુદી થીમ આધારિત તેની ઉજવણી કરે છે. આ વર્ષે પણ અમારી શાળામાં મેકર્સ મેલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના મનોરંજન માટે ક્રિસમસ કોર્નર બનાવ્યું હતું. જ્યાં બાળકો એ ખૂબ જ સુંદર ડાન્સ કરવામાં આવ્યો અને ઈસુ ની જન્મ કથાને નાત્યાત્મક ઢબે બાળકો દ્વારા જ રજૂ કરવામાં આવી. આ ઉપરાંત ફૂડ કોર્નર, બિઝનેસ કોર્નર, ન્યુટ્રીશન અને ફેશન કોર્નરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા વાલીશ્રીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને અમારી અન્ય શાળાના આચાર્યશ્રી, ઉપચાર્યશ્રીઓએ તેમજ આમંત્રિત મહેમાનોએ પણ મેકર્સ મેલા ની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us